આર્મી જવાને બે સહકર્મીઓની હત્યા કરી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

0
14

ધર્મશાલા,તા.૧૭
હિમાચલના ધર્મશાલામાં આર્મી જવાને સોમવારે બે સહકર્મીઓની હત્યા કરીને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.
કાન્ગરા પોલીસે જણાવ્યું કે, ૧૮ શીખ રેજીમેન્ટના એક જવાને તેના બે સહકર્મીઓને ગોળી મારી દીધી હતી, અને બાદમાં તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે આ ઘટના લગભગ મોડી રાત્રે ૨.૧૫ કલાકે છાવણીમાં બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સિપોય જસ્વીર સિંહે તેની આઇએનએસએએસ રાઇફલથી સહકર્મી કોન્સ્ટેબલ હરદીપ સિંહ અને નાયક હરપાલ સિંહની ગોળી મારી હત્યા કરી નાખી હતી. જસ્વીર સિંહ દોઢ વર્ષ પહેલા આર્મીમાં સામેલ થયો હતો. જ્યારે હરદિપ સિંહ ૨૩ વર્ષથી અને હરપાલ સિંહ ૧૮ વર્ષથી આર્મીમાં સેવા આપી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, જસ્વીરે આ કૃત્ય કેમ કર્યું તેની જાણ હજુ થઇ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે ધટનાની તપાસ શરૂ કરી દીધી છે. કાન્ગરા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY