રાજકોટ,તા.૧૭
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના કાંધેવાળીયાની સગર્ભા વહુ પર સાસુએ કેરોસીન છાંટી સળગાવી દીધાનો બનાવ સામે આવ્યો છે. ગત શનિવારના રોજ બનાવ બન્યો હતો, પ્રાથમિક સારવાર જસદણ હોસ્પિટલમાં લીધી હતી જ્યારે તબીયત વધુ લથડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રસોઇ બનાવામાં મોડુ થતા સાસુએ વહુ પર કેરોસીન છાંટી સળગાવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસે સાસુની ધરપકડ કરી કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.
સાસુ-વહુના નાના મોટા ઝઘડાના કિસ્સા રોજ બરોજ જાવા મળતા હોય છે, પરંતુ આજના યુગમાં પણ સાસુ વહુનો જીવ લેવા સુધીના પગલા ભરતી હોય છે. ત્યારે વીંછિયાના દેવીપૂજક પરિવારનો કિસ્સો સામે આવ્યો છે. જમવાનું બનાવવાનું મોડુ થયું તેવી નજીવી બાબતે સાસુ જમનાબેને ગોરાવા વહુ લતાબેનને કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી હતી. વહુ લતાબેન ૭૫ ટકા જેટલા બળી ગયા હતા. જા કે તેને દોઢ માસનું ગર્ભ પણ છે હાલ તેના પર જાખમ લાગી રહ્યુ છે. પીડિતાની તબિયતમાં સુધારો થાય તો ગર્ભના રિપોર્ટ પણ કરવામા આવશે. પ્રાથમિક દ્રષ્ટીએ ગર્ભ પર પણ જાખમ હોવાનું મનાઇ રહ્યુ છે. વીંછિયા પોલીસે સાસુ વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધપરકડ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



