ઉત્તર પ્રદેશ ઃ દેશના સૌથી મોટા રાજ્ય યુપીની વાત કરીએ તો ૨૦૧૪માં ભાજપે ઐતિહાસિક રીતે ૮૦માંથી ૭૧ બેઠકો મેળવી હતી. સપાને ૫ અને કોંગ્રેસને ૨ બેઠકો મળી હતી. જ્યારે અપના દળને ૨ બેઠકો મળી હતી. પરંતુ માયાવતીને એક પણ બેઠક મળી નહોતી. ગોરખપુર અને ફુલપુર પેટા ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વને લઇને ભાજપમાં આશંકાઓ પ્રવર્તી રહી છે. ૨૦૦૯ કરતાં ૨૦૧૪માં ૭૧ બેઠકો મળ્યા બાદ આગામી ચૂંટણીમાં ભાજપને ૪૦ બેઠકોથી સંતોષ માનવો પડે તો નવાઈ નહીં. યુપીમાં કોઈ સાથી પક્ષ નારાજ નથી.
ઉત્તરાખંડ ઃ ઉત્તરાખંડની પાંચ બેઠકો ભાજપ ફરીથી જીતે તેમ છે.
પશ્ચિમ બંગાળ ઃ પશ્ચિમ બંગાળમાં ૪૨ બેઠકોમાંથી ભાજપે ૨૦૧૪માં માત્ર ૨ જ બેઠકો મેળવી હતી. જે ૨૦૦૯ કરતાં એક વધારે હતી. વડાપ્રધાન બન્યા બાદ મોદી અને અમિત શાહે બંગાળમાં મુલાકાતો વધારી છે. બંગાળમાં ટીએમસીના ગઢમાં ગાબડું પાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ટીએમસીને ૪૨માંથી ૩૪ બેઠકો મળી હતી. આ વખતે પણ મમતા બેનરજીનો મિજાજ અને સાથી પક્ષો સાથેની મિત્રતા જાતાં બંગાળમાં ટીએમસીને ફરીથી એટલી જ બેઠકો મળી શકે.પરંતુ ભાજપની તૈયારીઓ જાતાં મમતાને આ વખતે ૩૪ને બદલે ૩૦થી સંતોષ માનવો પડે તો નવાઇ નહીં. ભાજપને ૫ થી ૭ બેઠકો મળવાની ગણતરી છે.
બિહાર ઃ બિહારની વાત કરીએ તો નીતિશકુમારને લાલુ પ્રસાદથી અલગ કરીને ભાજપે લોકસભા માટે જ સત્તામાં ભાગીદારી પરાણે મેળવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી વારંવાર કરીને બિહારીબાબુ નીતિશકુમાર નવાજૂની કરી શકે છે. તેઓ જેડીયુને વધુ બેઠકો મળવી જાઇએ એવી માંગણી સંદર્ભે ચૂંટણીઓ પહેલા કદાચ અલગ ચોકો પણ રચી શકે. ૨૦૧૪માં ભાજપે ૪૦માંથી અગાઉ કરતાં દસ બેઠકો વધુ મેળવીને કુલ ૨૨ બેઠકો મેળવી હતી. આ વખતે ૪૦માંથી ભાજપને ૨૦થી ૨૫ બેઠકો મળવાની શક્્યતા છે પરંતુ જા નીતિશ કુમાર તેમની સાથે રહે તો જ. જા નીતિશકુમાર અલગ પડે તો ભાજપને માત્ર ૧૦ બેઠકો મળી શકે.
ગુજરાત ઃ ગુજરાતમાં ૨૦૧૪માં ભાજપે તમામ ૨૬ બેઠકો એ મુદ્દે મેળવી હતી કે ગુજરાતના કોઈ નેતા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે પરંતુ આ વખતે તેઓ ફરીથી મને વડાપ્રધાન બનાવો એવી અપીલ કરે તો તે મતદારોના ગળે કેટલી ઉતરશે એ પણ એક સવાલ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૧ બેઠકોનો ફટકો પડ્યો છે. કોંગ્રેસ ૭૭ બેઠકો સાથે મજબૂત છે. જેમાં એનસીપી અને છોટુભાઇ વસાવાની બેઠકોનો પણ સમાવેશ થાય છે. તે જાતા આ વખતે ભાજપને મોદીના હોમ સ્ટેટમાં ૨૬માંથી ૨૦ બેઠકો મળી શકે.
પંજાબ ઃ પંજાબમાં ભાજપ- શિરોમણી અકાલી દળ હારી ગયા બાદ કેપ્ટન અમરિંદરસિંઘ એક મજબૂત મુખ્યમંત્રી છે ત્યારે લોકસભામાં તેઓ ભાજપને ફાવવા દે એમ લાગતુ નથી. ગઈ વખતે ૧૩માંથી ભાજપને ૨ જ બેઠકો મળી હતી. કોંગ્રેસને ૩, આપ-૪, અકાલી દળ-૪ એમ બેઠકો વહેંચાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસની સરકાર છે અને કેજરીવાલ પણ યુદ્ધના મુડમાં છે તેમ છતાં પંજાબમાં ભાજપ અને સાથી પક્ષને કદાચ ૬થી ૮ બેઠકોથી મળી શકે. પંજાબમાં જા કે સાથી પક્ષ નારાજ હોય તેમ જણાતું નથી.
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભંગાણ પડ્યું છે. ગઈ વખતે છ માંથી ત્રણ બેઠકો ભાજપને મળી હતી. આ વખતે ગવર્નર રાજ છ. પરંતુ જમ્મુ અને અન્ય હિન્દુ વસ્તીવાળા વિસ્તારોમાં હિન્દુ મતદારો નારાજ હોવાનું મનાય છે. ત્યારે છ માંથી ૨ બેઠકો મેળવી શકે. અલબત્ત કાશ્મીરમાં જા અને તો ની પરિÂસ્થતિ પ્રવર્તે છે.
ઓરિસ્સા ઃ ઓરિસ્સામાં બીજુ જનતાદળ સામે ભાજપનો ગજ વાગ્યો નથી. ગઈ વખતે ૨૧માંથી માત્ર એક જ બેઠક મળી હતી. આ વખતે નવિન પટનાયકને સાથે રાખવાના પ્રયાસો સફળ થતાં હોય તેમ તેમણે મોદીના વન નેશન વન ઇલેક્શનને ટેકો આપ્યો છે. ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવમાં પણ બીજેડી રણનીતિના ભાગરૂપે વોકઆઉટ કરી ગઇ હતી. જેથી વિરૂધ્ધમાં મતદાનથી ટળી શકાય. જા ભાજપ સાથે બેસે તો ભાજપ ૨૧માંથી પાંચ બેઠકો જીતી શકે.
હિમાચલ ઃ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે ગઇ વખતની જેમ તમામ ચાર બેઠકો જીતી શકે તેમ છે.
ઝારખંડ ઃ ઝારખંડમાં ભાજપની સરકાર છતાં કાયદો વ્યવસ્થા વગેરેને જાતો ૧૪માંથી આ વખતે ફરીથી ૧૨ બેઠક મળે તો ભયો ભયો. ઝારખંડ મુÂક્ત મોરચા બે થી ત્રણ બેઠકો જીતી શકે.
કર્ણાટક ઃ કર્ણાટકમાં યેદુરરપ્પા એક દિવસના મુખ્યમંત્રી બન્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ૨૮માંથી ફરીથી ૧૭ બેઠકો મળવાની આશાએ કામ કરી રહ્યાં છે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના જાહેરમાં પડેલા બોર બોર જેવા આંસુઓ સૂચક મનાય છે. તેમ છતાં જેડીએસ પાર્ટીના જે રીતે કોંગ્રેસ સાથે ગાઢ સંબંધો થઇ રહ્યાં છે તે જાતાં આ વખતે ભાજપને ૨૮માંથી ૧૦ બેઠક મળી શકે.
મધ્યપ્રદેશ ઃ મધ્યપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભા યોજાય તો શિવરાજ ચૌહાણને ફરીથી સત્તા મળે કે ન મળે ભાજપને કુલ ૨૯માંથી આ વખતે ૨૭ને બદલે ૧૫ બેઠકો મળી શકે. કેમ કે દલિત મતો માટે માયાવતી અને કોંગ્રેસ એમપીમાં ગઠબંધન કરી રહ્યાં છે. તેમનું ગઠબંધન વિધાનસભાની ૭૦ બેઠકો પર અસર કરે એમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં મોદી નહીં પણ શિવરાજ ચાલવાના છે. છતાં તેમને એન્ટી ઇન્કમબન્સી નડી શકે. ભાજપ એમપી ગુમાવે તો નવાઈ નહીં.
આસામ ઃ આસામમાં ભાજપની સરકાર છે. ગઈ વખતે કુલ ૧૪માંથી સાત બેઠકો મળી હતી. આ વખતે ૧૪માંથી ૧૨ મળી શકે.
આંધ્રપ્રદેશ ઃ આંધ્રપ્રદેશમાં ૨૦૧૪માં ભાજપ અને ટીડીપી ગઠબંધન હતું. કુલ ૨૫ બેઠકોમાંથી કુલ ૧૭ બેઠકો મેળવી હતી. મોદી સરકારમાં ટીડીપીના મંત્રીઓ પણ હતા પરંતુ આંધ્રને વિશેષ દરજ્જો આપવાનું વચન મોદીએ નહીં પાળતા ચંદ્રાબાબુ નારાજ થઈને અલગ થયા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોના સંયુક્ત મોરચામાં તેમની હાજરી જાતા ભાજપનો આંધ્રમાં સફાયો થઇ જાય તો નવાઇ નહીં. લોકોનો વિરોધ જાતાં ભારે જાર લગાવે તો માંડ માંડ ૪થી૫ બેઠકો મળી શકે.
છત્તીસગઢ ઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. મુખ્યમંત્રી રમણસિંગ સામે લોકોનો વિરોધ જાવા મળી રહ્યો છે. તે જાતાં ભાજપની સરકાર હોવા છતાં ૧૧માંથી ૭થી ૮ બેઠકો મળી શકે.
કેન્દ્ર શાસિત પ્રદેશઃ આંદામાન એક, ચંદીગઢ એક, દાદરા નગરહવેલી એક, લક્ષદ્રિપ એક, દિવ-દમણ એક, પુડુચેરી એક મળીને છ બેઠકો ભાજપ જીતશે.
દિલ્હી ઃ દિલ્હીમાં ગઈ વખતે ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીની સરકારને જે રીતે હેરાન કરવામાં આવી રહી છે તે જાતાં દિલ્હીવાસીઓનું વલણ એવું રÌšં છે કે વિધાનસભામાં કેજરીવાલને અને લોકસભામાં મોદીને ટેકો આપે તો ભાજપને ૪ બેઠકો આપે અને આપ પાર્ટી ૩ બેઠકો જીતી શકે.
ગોવા ઃ ગોવામાં ભાજપની સરકાર છે. જાકે ભાજપે પાછલા બારણેથી સરકાર બનાવી હોવા છતાં તેની બે બેઠકો ભાજપને મળી શકે.
હરિયાણા ઃ હરિયાણામાં દસ બેઠકોમાંથી ગઈ વખતે ભાજપને સાત બેઠકો મળી હતી. મુખ્યમંત્રી ખટ્ટરની સામે કેટલાક સાંસદોનો વિરોધ રામ- રહિમનો કેસ, કાયદો વ્યવસ્થા વગેરેને જાતા પ્રજાનો વિરોધ થાય તો ૧૦માંથી ભાજપને ૭થી ૮ બેઠકો મળી શકે.
તેલંગણા ઃ તેલંગણામાં વાયએસઆર ભાજપની સાથે રહે તો પણ ૧૭ બેઠકોમાંથી ભાજપને ૧થી ૨ બેઠકો મળી શકે.
તામિલનાડુ ઃ તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા છે. ગઈ વખતે ૩૯ બેઠકોમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. એઆઈએડીએમકે પક્ષમાં જયલલિતાના નિધન બાદ ભંગાણ પડ્યું છે. બીજી તરફ મોદીના ઈશારે રજનીકાંત રાજકારણમાં પ્રવેશીને નવી પાર્ટી બનાવી છે તો અન્ય ફિલ્મ સ્ટાર કમલ હસને પણ રાજકીય પાર્ટી બનાવીને ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે. તામિલનાડુમાં રજનીકાંતને ૩૯માંથી ૧૫ અને કમાલહસનને પાંચ બેઠકો મળવાની શક્્યતા છે. બન્ને પોતાની લોકપ્રિયતાના જારે જીતી શકે. પરિણામો બાદ રજનીકાંત મોદીને કેન્દ્રમાં સરકાર બનાવવામાં ટેકો આપી શકે. જ્યારે કમલહસન કોંગ્રેસની સાથે રહે તેમ છે.
રાજસ્થાન ઃ રાજસ્થાનમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીઓ યોજવાની ગણતરી છે. જાટ અનામતનો મુદ્દો અને અલવર જેવા મામલાઓ અને અન્ય મુદ્દાઓ જાતાં વિધાનસભા ગુમાવે તો પણ ૨૫માંથી ૧૮થી ૨૦ બેઠકો ભાજપને મળી શકે.
મહારાષ્ટ્ર:મહારાષ્ટ્ર ૪૮ બેઠકોમાંથી ગઈ વખતે ૨૩ બેઠકો ભાજપે જીતી હતી. ૨૦૧૮ આવતા આવતા શિવસેના અલગ સૂર વ્યક્ત કરી રતેમને મનાવવાના પ્રયાસો છતાં ઉદ્દવ ઠાકરે લોકસભામાં અલગ ચોકો રચે તો ભાજપને નુકસાન થઈ શકે. શિવસેનાને ગઈ વખતે ૧૮ બેઠકો મળી હતી. જેમાં વધારો થાય કે ન થાય પરંતુ ભાજપને ચોક્કસ નુકસાન કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




