‘તોપચી’ નિતિન ગડકરીના નિશાનમાં કોણ? મોદી કે શાહ…!!?

0
8

તાજેતરમાં રોડ-રસ્તા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જ્યારે એવુ કહ્યું કે કેટલાક લોકો મારી અને પક્ષની વચ્ચે અંતર પાડવા માંગે છે ત્યારે ભાજપમાં કેટલાયને લાગ્યુકે વાંક ગડકરીનો નહી પરંતુ મીડિયાનો હોઈ શકે છે. પરંતુ જ્યારે તેમણે સાંસદ-ધારાસભ્યોની હાર માટે પક્ષના અધ્યક્ષની જ જવાબદારી ગણવાની વાત કરી એટલું જ નહિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને વારંવાર યાદ કરી તેમની નીતિઓને ઝાટકે છે તે નહેરુની થોડી પ્રશંસા કરી ત્યારે પક્ષમાં ચર્ચા થવી સામાન્ય અને સ્વાભાવિક છે કે આજદિન સુધી મૌન રહેલા. ગડકરી પાંચ રાજ્યોમાં ભાજપની ધોબીપછાડ હાર બાદ તોપચી બની જે નિશાન તાકીને લગાવી રહ્યા છે તેનાથી એ નિર્ણય કરવાનો છે કે તોપચી ગડકરીની તોપના નિશાન પર આખરે કોણ છે. પક્ષ અધ્યક્ષ અમિત શાહ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી..? ગડકરીના સાચા અને તીખા શબ્દો સાંભળવાની હિંમત ક્યાંથી આવી? ભાજપમાંલો પ્રોફાઈલ માનવામાં આવતા નીતિન ગડકરીએ નહેરુના વખાણ કર્યા છે. તે સોચી સમજીને કરવામાં આવ્યા છે. એ જાણતા હોવા છતાં પણ વડાપ્રધાનને એનાથી ચિડ છે.
રાજસ્થાન,મ.પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હારથી ભાજપનું લોકસભાનું ગણિત બગડી ગયું છે. બિહારમાં અત્યારથી જ ભાજપની પાંચ સીટ ઓછી થઈ ગઈ. મહારાષ્ટ્રમાં શિવસેનાએ અંતર રાખ્યું છે અને હવે તો શિવસેના પણ રાહુલ ગાંધીની ભાષામાં મોદીને ટોણા મારી રહી છે. યૂપીમાં સહયોગી અપના દળ(એસ) પણ નારાજ છે. એવામાં ગડકરી દ્વારા પક્ષના નેતાઓની વિરુદ્ધમાં લાલ આંખો બતાવવી અને હુમલા એમ જ નથી. ધુમાડા નીકળી રહ્યા છે. તેનો મતલબ ક્યાંકને ક્યાંક ચિનગારી સળગી રહી છે કે પછી સળગવાની શરુ થઈ ગઈ છે. હારની જવાબદારી પક્ષના નેતાઓએ લેવી જ જાઈએ એ વાત પર જાર દઈ રહેલા ગડકરી દ્વારા કદાચ ચાર પાંચ વર્ષમાં પહેલીવાર નહેરુને યાદ કરી તેમને સાચા ઠેરાવવા તેને પક્ષમાં કેટલાક લોકો મોટી વાત માની રહ્યા છે. સૈધ્ધાંતિક રીતે જાવામાં આવે તો ચૂંટણીમાં ફૂલોથી ભરેલો જીતનો હાર જા આલાકમાનના માથા પર બાંધવામાં આવે તો હારનો કાંટો ભરેલો હાર પણ આલાકમાને પહેરવો જાઈએ પરંતુ એવુ ના થયુ અને ત્રણ રાજ્યોમાં પક્ષની હાર પછી માની લો કે નેતાઓને સાય સુધી ગયો હોય આવો માહોલ જાઈને ગડકરીથી સહન થઈ શક્યુ હોય અને તેમણે દિલની વાતો હોઠો પર લાવીને જાણે કે ચર્ચા ઊભી કરી દીધી.
ગડકરીએ નિશાન તો લગાવી દીધુ છે. અને કડવી પરંતુ સાચવી વાત કરી દીધી હવે ભાજપના નેતાઓએ એ જાવાનું છે કે તેઓ તેને કેવી રીતે લે છે…? સકારાત્મક કે નકારાત્મક…? એક રીતે જાવામાં આવે તો સડક પરિવહન મંત્રીજીને લાગ્યુ હશે કે જા શિર્ષ નેતાઓને-આલાકમાનને જગાડવામાં નહીં આવે તો ફરીથી દિલ્હીની ગાદી સુધી રસ્તો બનાવવો મુશ્કેલ થઈ શકે છે કેમ કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભાજપના રસ્તામાં ખાડા ખોદવા સાથે સારુ ભાષણ આપવાથી ચૂંટણીઓ જીતી ના શકાય અને હું જ જાણકાર રાજા એવો કેફ રાખવો ખોટો છે….આ વાત ગડકરીએ કોના માટે કહી એ કહેવાની જરૂર નથી. પરંતુ જા કહેવામાં આવે કે ગડકરીએ ચર્ચા કે વિવાદનો પટારો પક્ષની અંદર ખોલી નાંખ્યો ત તેના પર ચિંતન થવું જાઈએ. કેમ કે પક્ષના કેટલાક નેતાઓ તો આલા અફસરોની સાથે બેસીને વરસોથી ચિંતન શિબિર કરતા આવ્યા છે. ત્યારે ગડકરીની વાતને લઈને એક વધુ ચિંતન શિબિર સરદાર પટેલની મૂર્તિના છાયામાં તંબુઓની નગરીમાં થઈ જાય…!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY