કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જાડાયેલા કુંવરજી બાવળીયા પેટા ચુંટણીમાં વધુ શકિતશાળી નેતા તરીકે ઉભરીને બહાર આવ્યા છે . ૨૦૧૭ ની ચુંટણીમાં ૯ હજાર થી વધુ મતની સરસાઈ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે બાવળીયા વિજયી થયા હતા . તેમણે તેમના પ્રતિસ્પર્ધીભાજપના ડો. ભરત બોઘરા ને હરાવ્યા હતા . ભાજપમાં જાડાવાના કારણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વિજય રૂપાણી ની સરકારમાં તેઓ તત્કાળ ટિકિટ લઈને કેબીનેટ મંત્રી બની ગયા હતા . ચાર માસમાં ભાજપ સરકારે જસદણ બેઠકમાં રૂ. ૪૦૦ કરોડના વિકાસ કામોની જાહેરાતો કરી હતી . ચુંટણી પ્રચાર દરમિયાન પ્રજામત ભાજપ વિરોધી જાવા મળતો હતો . આમ છતાં કોંગ્રેસ પક્ષ ભાજપ વિરોધી હવાને પોતાના તરફ વાળી ને તેને કેશ કરવામાં નિષ્ફળ રહ્યો છે . જેથી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાનો ૧૯ હજાર થી વધુ મતોથી પરાજય થયો છે.
સંગઠન પ્રત્યે કોંગ્રેસની નિષ્કાળજી પરાજય અપાવે છે.
જસદણની ચુંટણીમાં આ બેઠક ત્રણ ભાગમાં વહેચાયેલી હતી . જેમાં વિછીયા , જસદણ અને આટકોટનો સમાવેશ થાય છે . વિછીયા વિસ્તાર એ કુંવરજી બાવળીયાનું વતન હોવાનાં કારણે ગઢ રહ્યો છે . ઉપરાંત કાઠી મતો પણ હોવાથી તે ભાજપના મતદારો છે . જેના કારણે કુંવરજી બાવળીયાનો વિંછીયા વિસ્તારમાંથી ૧૭ હજાર મતની લીડ મળી છે . જસદણ શહેરમાંથી પણ બાવળીયાને લીડ મળી . આ કારણોસર જસદણ અને આટકોટ ના મતો આ લીડ સામે ઓછા પડ્યા . આમ છતાં અવસર નાકીયા ને મળેલા ૭૦ હજાર મત એ કોંગ્રેસના મત કહી શકાય તથા ભાજપ પ્રત્યેની નારાજગીના મત કહી શકાય .
બાવળીયાએ જિલ્લામાં કોઈને આગળ આવવા ન દીધાં
ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લામાં અને જસદણ બેઠક ઉપર કોઈ પણ કોળી ઉમેદવારને આગળ આવવા દીધાં ન હતા . તેઓ જ્યારે ૨૦૧૨ માં બોટાદ બેઠક પર લડવા ગયા હતા ત્યારે કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ જસદણથી લડ્યા હતા , અને જીત્યા હતા . પરંતુ કુંવરજી બાવળીયા ની કનડગત નાં કારણે ભોળાભાઈ એ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયા હતા . જેથી ૨૦૧૭ ની ચુંટણીમાં કુંવરજીભાઈ જસદણથી લડ્યા અને જીત્યા હતા . પરંતુ ચુંટણી પછી છ માસમાં કુંવરજીભાઈ એ કોંગ્રેસ પક્ષ છોડતા , ભોળાભાઈ ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા . પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ તેમને પક્ષ પલટુ ગણીને સ્વીકાર્યા નહિ . જેથી કુંવરજી બાવળીયા સામે નવો ઉમેદવાર શોધવો પડ્યો . ચુંટણીનું નોટીફીકેશન બહાર પડી ગયા પછી પણ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર નક્કી કરી શકિયો નહી , અને છેલ્લી ઘડીએ જીલ્લા પંચાયતના સભ્ય અને છકડો ચલાવતા અવસર નાકીયા ને ટિકિટ આપી . આ ચુંટણી નાકીયાએ નહિ , કોંગ્રેસે લડવાની હતી અને જીતવાની હતી . ૬ વખત ચુંટણી લડી ચુકેલા બાવળીયાએ તમામ બુથ પરના મહત્વના કાર્યકરોને પોતાની તરફેણમાં કરી લીધા હતા . જેથી કોંગ્રેસે નવેસરથી એકડો ઘુટવાનો હતો . કોંગ્રેસ પક્ષે કિયારેય પણ સંગઠન પ્રત્યે ચિંતા સેવી નથી . જાહેરાતો કરે છે અને કાગળ ઉપર સંગઠન ઉભું કરે છે . જસદણ બેઠક માં પણ આ નબળાઈ નાં કારણે જ કોંગ્રેસ પક્ષ બુથ સાચવી શકિયો નહિ , અને જીતની બાજી હાતી ગયો.
અમે ભાજપની સંપતિ સામે ટકી શકિયા નહિ : ધાનાણી
સંગઠન અને છેલ્લી ઘડીએ ઉમેદવારની પસંદગી અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થતા તેમણે સ્વીકાર કર્યો કે અમારી મજબૂરી હતી , જા અમે ઉમેદવારની પસંદગી વહેલાસર કરીને જાહેરાત કરીએ તો આ ભાજપવાળા તેમને રૂપિયામાં જાખીને લઇ જાય . રૂપિયાની તાકાત સામે અમે લાચાર છીએ . બુથના કાર્યકરોને આ બાવળીયા વાળી જુડીને લઇ ગયા છે . અમારે તો નવેસરથી બધું ગોઠવવાનું હતું એમાં તકલીફ થઇ ગઈ.
બાવળીયાએ રાજીનામું આપ્યું ત્યારથી નક્કી જ હતું કે ચુંટણી આવશે
પરેશ ધાનાણીની વાત સાચી માનીએ તો પણ , જયારે બાવળીયાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જાડાઈને કેબીનેટ મંત્રી બન્યા , ત્યારથી નક્કી જ હતું કે નિયમ મુજબ છ માસમાં ચુંટણી થવાની જ છે . તો પછી કોંગ્રેસે આટલા સમયમાં બુથની ચિંતા કેમ ન કરી ? આના માટે પ્રદેશ પ્રમુખ અને રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જ જવાબદાર ગણી શકાય . કુંવરજી બાવળીયા વાળી જુડીને કાર્યકરો લઇ ગયા હતા , તો તત્કાળ નવું સંગઠન ઉભું કર્યા વિના ચુંટણી કેવી રીતે લડી શકાય ? આ પ્રશ્ન કોંગ્રેસના નેતાઓને ન થયો તેનું જ આશ્ચર્ય છે .
લોકસભાની ચુંટણી હવે નજીક છે : ભાજપને કોંગ્રેસનો ડર નથી
જસદણની ચુંટણી જે પ્રકારે ભાજપના નેતાઓએ જીતી તે જાતા લોકસભાની આગામી ચુંટણી જીતવા ભાજપને હવે કોંગ્રેસનો કોઈ ડર નહિ હોય . કારણ કે જસદણ મત વિસ્તાર એ ગ્રામ્ય વિસ્તારનો બનેલો છે . છતાં ભાજપ સારી રીતે જીતી શકિયો છે . અને તેનું કારણ કોંગ્રેસની સંગઠન અને સંપતિની નબળાઈ છે . રૂપિયા અને સંગઠનના તાલમેલ દ્વારા ભાજપ ચુંટણી જીતી જાય છે . લોકસભા ચુંટણી પહેલા હજુ ઘણા કોંગ્રેસના આગેવાનો ને ભાજપ ઉપાડી જશે અને કોંગ્રેસના નેતાઓ હાથ મસળતા રહી જશે . બિન લોકતાંત્રિક પધ્ધતિની ગાળો આપવાથી ભાજપને પરાસ્ત કરી શકાશે નહિ . કોંગ્રેસ મારા તારાના રાજકારણથી ઉપર ઉઠીને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરાવી પડશે . સંગઠનને શિષ્ટમાં લાવીને ચુંટણી લડવા તૈયાર કરવું પડે . આ બધું કરવા માટે હવે સમય ઓછો છે . અને કોંગ્રેસમાં કોઈ નિર્ણય તત્કાળ લેવાતો નથી . ભાજપના નેતાઓ કોંગ્રેસની નાડ પારખી ગયા છે , અને તેનો જ ફાયદો ઉઠાવે છે . કોંગ્રેસના નેતાઓ જાણે છે કે ભાજપ શું કરશે , અને છતાં કોઈ પગલા લેતા નથી – લઇ શકતા નથી કે લેવાની આવડત પણ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


