મૌની રોય તેમજ કરીશ્મા તન્નાના રેન ડાન્સની ચર્ચા

0
25

મુંબઇ,તા. ૧૧
મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે ત્યારે સેક્સી સ્ટાર અને હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી મૌની રોયે ખુબ જ ખુબસુરત ફોટો પોસ્ટ કરી ચર્ચા જગાવી છે. મૌની રોય ફોટોમાં વરસાદમાં પળડી રહી છે. વરસાદમાં એન્જાય કરતી તે નજરે પડી રહી છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયેલા છે. જા કે મૌની રોય ભારે ખુશ દેખાઇ રહી છે. કરિશ્મા તન્ના પણ વરસાદની મજા માણી રહી છે. હાલમાં અનેક ફિલ્મ કરી રહેલી મૌની રોયે વરસાદમાં તેનો ફોટો છે જે તેને સોશિયલ મિડિયા પર મુકીને ચર્ચા જગાવી છે. ઇન્સ્ટાગ્રામ પર મૌની રોયે પોતાનો ફોટો મુકી દીધો છે. મૌની રોય ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ આવી ગઇ છે. ગોલ્ડમાં તે અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે કામ કરી રહી છે. હાલમાં કરિશ્મા તન્ના સંજુ ફિલ્મની સફળતાને લઇને ખુશ છે. તે ફિલ્મમાં એક નાનકડા રોલમાં નજરે પડી રહી છે. બીજી બાજુ તેની સિરિયલ નાગિન પણ ખુબ લોકપ્રિય થઇ રહી છે. મૌની રોય એક ફિલ્મમાં રણબીર કપુરની સાથે પણ કામ કરી રહી છે. જેમાં તે આલિયા ભટ્ટની સાથે રહેશે. ફિલ્મમાં તેની ભમિકાને લઇને હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી. જા કે તે આશાવાદી છે. મૌની રોયે ક્યુ કિ સાંસ ભી કભી બહુથી મારફતે નાના પરદા પર પ્રથમ વખત નજરે પડીને ચર્ચા જગાવી હતી. ત્યારબાદ તે નાગિન સિરિયલમાં પણ હિટ રહી હતી. હવે બોલિવુડ ફિલ્મોમાં પ્રવેશ કરી ગઇ છે. મૌની રોય પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. જા કે હજુ સુધી આ સંબંધમાં વાત કરવામાં આવી નથી. મૌની ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી બનેલી છે.
(સંપર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY