તમિલનાડુમાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી
ચેન્નાઈ,તા.૨૬
તમિલનાડુની એક સરકારી હોસ્પિટલમાં ૨૪ વર્ષીય ગર્ભવતી મહિલાને HIV સંક્રમિત લોહી ચઢાવવાનો મામલો સામે આવ્યો છે. વિરુધૂનગર જિલ્લાની એક હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યૂજન દરમિયાન બનેલી આ ઘટના બાદ ત્રણ લેબ ટેક્નીશિયોનોને આગામી બે વર્ષમાં કથિત રીતે બેદરકારી કરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ગર્ભવતી મહિલાને HIV સંક્રમિત યુવક પાસેથી લેવામાં આવેલું લોહી ૩ ડિસેમ્બરે ચઢાવવામાં આવ્યું હતું. યુવકને બે વર્ષ પહેલા એક સરકારી લેબ દ્વારા HIV તથા હેપાટાઇટિસ-બી પોઝિટીવ હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે તેણે રક્તદાન કર્યું હતું. યુવકને ટેસ્ટના પરિણામોની જાણકારી આપવામાં ન આવી, અને તેણે ગયા મહિને ફરી સરકારી બ્લડ બેંક માટે રક્તદાન કર્યું. અધિકારીઓ મુજબ, જ્યાં સુધી લોહીમાં HIV સંક્રમણ વિશે જાણી શકાતું, તેનું લોહી ગર્ભવતી મહિલાને ચઢાવવામાં આવી ચૂક્યુ હતું.
સામાન્ય રીતે HIVનો વાયરસ શારીરિક સંબંધ, સંક્રમિત રક્ત દ્વારા અથવા સંક્રમિત માતાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક સુધી ફેલાય છે. આ ઉપરાંત સંક્રમિત મહિલાથી સ્તનપાન દ્વારા પણ તે ફેલાઈ શકે છે.
તમિલનાડુ આરોગ્ય વિભાગના ઉપનિદેશક ડો. આર મનોહરને જણાવ્યું કે, બે વાર બેદરકારી થઈ ચૂકી છે…અમે આશંકા છે કે લોહીની મંજૂરી આપતાં પહેલા ટેક્નીશીયને HIVનો ટેસ્ટ નહીં કર્યો હોય.. આ દુર્ઘટના છે…જાણી જાઈને નથી કરવામાં આવી…અમે તપાસના આદેશ આપ્યા છે, એન યુવકનો પણ ઈલાજ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે મહિલા તથા તેના પતિ માટે નાણાકીય વળતર તથા નોકરીઓ આપવાની રજૂઆત કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




