પશાભાઇના દિકરાએ હાથમાં વીજળીનું બિલ લઇને બાપાને કહ્યું –બાપા લાવો પૈસા એટલે હું ફટાફટ લાઇટનું બિલ ભરતો આવું, નહીંતર મોડુ થઇ જશે. પશાભાઇ બોલ્યા- બેટા હમણાં રેવા દે. છો લાઇટ કપાઇ જતી. ચોરી છુપીથી ચાલવા દે. કપાઇ જશે તો પછી સરકાર જખ મારીને કહેશે કે જાઓ તમારા વીજચોરીના રૂપિયા માફ..! નવી સ્કીમ લાવશે-માત્ર ૫૦૦ ભરો ચોરીનું કપાયેલું વીજ કનેક્શન પાછુ મેળવોપ!
આવા સંવાદ જા સાંભળવા મળે તો મોઢું મોટુ ન કરતા. કેમ કે ગુજરાતમાં રૂપાણી સરકાર હમણાં મોટુ મોટુ કરી રહી છે. વાયબ્રન્ટ મોટુ, વિદેશી મહેમાનો મોટા, ભલે ન આવે અમેરિકાના મોટા તો ય જાહેરાત તો મોટી પમોટી અને નોટીપનોટીપ! ૨૦મીએ જસદણ માટે જંગ જામવાનો છે ત્યારે જાહેર પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા મ.છ.રા.(મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને રાજસ્થાન)ના પરિણામોના પગલે રૂપાણી સરકારે હાંફળા હાંફળા જાહેર કર્યું – જે ખેડૂત મિતરોં વીજ ચોરીમાં પકડાયા છે અને વીજ જાડાણ કપાયેલું છે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારે દ્વારપમાત્ર ૫૦૦ ભરો અને વીજ ચોરીમાં કપાયેલું જાડાણ ફરી જાડો..પણ જસદણમાં અમારૂ નાક ના કપાય એટલું જરા જાજા ભઇસાબ..અમારી ભૂલ થઇ ગઇ કે વિધાનસભા ચૂંટણી વખતે અમે ખેડૂતોના દેવા માફ ના કર્યા. પણ મ.છ.રા.ના પરિણામરૂપી મોટા ડાંસ જેવા મછરા અમને પછી એટલા બધા કરડ્યાપએટલા બધા કરડ્યા અને પછી અમે એટલા બધા રડ્યાપ.એટલા બધા રડ્યાપ.(પણ ખાનગીમાં હોં, કોઇ જુએ નહીં એ રીતેપ) એટલે એ મછરા હજુ અમારૂ વધ્યું ઘટ્યું કેસરી લોહી ચૂસે તે પહેલાં વીજચોરીના જાડાણો પાછા જાડી લો. કોઇ તમને વઢશે નહીંપ. કોઇ તમને બોલશે નહીંપ. વીજ કંપનીના કર્મચારીઓ તમારે ઘેર આવીને સન્માન સાથે ફરી વીજ જાડાણ જાડી આપશે..પણ જસદણમાં બાવળિયાની સામે નહીં પણ અમારી સામે જાઇને અને ખાસ તો માફ કરાયેલા ૬૫૦ કરોડના આંકડાની સામે જાઇને અમને જીતાડશો બાપલિયાપ.નહીંતર મારી તો નોકરી ગઇપ.સમજાપપવળી પાછા રાજકોટ ઘરભેગાપ!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતો બોલી બોલીને થાકી ગયા કે દેવા ઓ દેવાપવિજયપતિ દેવાપઅમારા દેવાં માફ કરોપ પણ કોઇ સાંભળતા જ નહોતા. એમાં વળી હમણાં જેમણે મુંબઇ જઇને પોતાના ઘૂંટણ સીધા કરાવ્યાં એને હાર્દિકપતારા જેવા તો કેટલાય જાઇ નાંખ્યાપએમ તાડૂકનાર એ વખતે એમ બોલ્યા કે ગુજરાતનો ખેડૂત સધ્ધર છે, ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક ૧-૨૫ લાખ કરોડ કરતાં પણ વધારે છે એટલે તેમના દેવાં માફ કરવાની કોઇ જરૂર નથીપપરિણામ આવ્યું ત્યારે ગોથુ ખાતા ખાતા માંડ બચ્યા અને ૧૮૨માંથી ૧૫૦ કમળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ મૂકવાની જાહેરાતો કરનારા મોઢા બંધ રાખીને હું વિજય રૂપાણી ઇશ્વરના નામે સોગંદ લઉ છું કેપ.બોલીને ૯૯એ ફરી સ્વર્ણિમ સંકૂલમાં પહોંચ્યા હતા
સરકારને એક વર્ષ થયું પણ વીજ ચોરીના બાકી નિકળતાં ૬૫૦ કરોડ માફ કરવાનો કોઇ આચાર કે વિચાર આવ્યો નહીં.. અને કિયાથી આવે..? આપણે તો રોબોટિયાપ જીતની ચાબી ભરી દિલ્હીને ઉતના ચલે ખિલૌનાપ.ની જેમ ચાલીએ-બોલીએ અને સહીઓ કરીએ. પણ મછરાના મતદારોએ જે સહીઓ રાજે અને બે સિંહોની સામે કરી કે ગાંધીનગર દોડતું થયું. અલ્યા, લાવો પેલી ફાઇલપકેટલા નિકળે છે વીજ ચોરીના બાકીપ.૬૫૦ કરોડપ.? કરો માફ નહીંતર લોકસભામાં ગુજરાતના મતદારો આપણને બે હાથ જાડીને કહેશે કે, હેં કેસરીલાલ આ વખતે તો અમને કરો માફપજીએસટી અને નોટબંધીએ અમારા ધંધા કર્યા સાફપઅમને જાઇએ ઇન્સાફપ! અને આપણે ક્્યાંથી આપીશું ઇન્સાફ..? કેમ કે આપણને જ નથી મળતો પાર્ટીમાં ઇન્સાફપ!
હે ગુજરાતના વીજચોરો,,,જાઓ તમારી વીજ ચોરી માફ કરી.. બાકી નિકળતા રૂપિયા પણ માફ કર્યા બસ માત્ર કણ કણ મેં ભગવાનની જેમ જસદણના મતરૂપી કણ કણમાં સમાયેલી અમારી આબરૂ.. તમારે હાથપ! અરેપનાપનાપજા જા હોં હાથને મત ના આપતાં આ તો ખાલી બોલ્યાં. બાકી તો તમે જાણો જ છો કે સૌનો સાથ-સૌનો વિકાસપ. અમારો “સાથ” તમારો ચહુમુખી વિકાસ..! આ બાવળિયાને કિયા લાવ્યાં પાર્ટીમાં દિલ્હીવાળાપ? જા હાર્યા તો ૨૬ આંબાના કેસરી વૃક્ષ બની જશે બાવળના વૃક્ષ..! અમારી લાજ રાખજા વીજને ચોરી જનારાપ! આ મછરાને અત્યારે જ આવવું હતું..? લોકસભા પછી આવ્યાં હોત તોપ?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


