શીખવિરોધી રમખાણ કેસ : ટીવી મીડિયા સંયમ દાખવે

0
15

સોમવારે દિલ્હી વડી અદાલતે શીખવિરોધી રમખાણ કેસનો ચુકાદો આપતાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જનકુમાર અને બલવાન ખોખરને દોષી જાહેર કર્યા હતા. આ સાથે બીજા અનેક જણને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૮૪માં ભારતના એ સમયના વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બે શીખ અંગરક્ષકે કરી હતી. આને લઈ કોંગ્રેસીઓએ ભારતના તમામ શીખો સામે રીતસરનું યુદ્ધ જાહેર કર્યું હોય તેમ કત્લેઆમ ચલાવી હતી. એ સમયે સજ્જનકુમારે આ દંગલની આગેવાની લીધી હતી. ૩૪ વર્ષે આ હત્યાકાંડમાં માર્યા ગયેલા શીખોના પરિવારજનોને ન્યાય મળ્યો છે. આ સમાચાર ખૂબ જ મહત્વના છે. દેશની તમામ ચેનલો પર આ સમાચાર સતત ચાલ્યા હતા અને સાંજે અનેક ચેનલો પર રાબેતા મુજબની ડિબેટ પણ ચાલુ થઈ ગઈ હતી. હવે સૌથી મોટી વાત એ છે કે કેટલીક ચેનલોએ આ સમાચાર દાખવવામાં મર્યાદાનો ભંગ કર્યો હતો. દેશમાં જા કોઈ ખરાબ ઘટના બની હોય અને એ ઘટનાને લઈ કોઈ વાદવિવાદ ચાલતો હોય તો મીડિયાએ એ ખબર જરૂરથી દાખવવી જાઈએ પણ પોતાની મર્યાદાનું ભાન રાખીને. કોઈ પણ ખરાબ ઘટનાને ફરીથી લોકો સમક્ષ મૂકતા પહેલાં તેની અસરનો વિચાર પણ કરવો જાઈએ જે આપણે ત્યાં કિયારેય થતું નથી. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયામાં તો નહીંં જ.
તમામ ચેનલોએ જ્યારે આ સમાચાર દાખવ્યા કે તરત જ એ સમયે શું શું ઘટનાઓ થઈ હતી એ પણ દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. એક ચેનલે તો એવી ટેગલાઈન પણ દેખાડી હતી કે વો શીખ ભાગતા રહા ઔર ભીડ ઉસકે પીછે પડી, ઉસે પકડ કર આગ કે હવાલે કર દિયા, વો ફિર બચ નીકલા તો ભીડને ઉસે ફિર સે દબોચ લિયા ઔર જિંદા જલા ડાલા, હવે આ સમાચાર નથી જ. આ સો ટકા લોકોની ભાવના ભડકાવવાની વાત છે. માત્ર પોતાના ચેનલની ટીઆરપી વધારવા માટે કરાઈ રહેલી આ રમત દેશને ભારે પડી શકે તેમ છે. આ જ વાત અગાઉ જ્યારે ૨૦૦૨ના ગોધરા-કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલી હિંસા સંબંધે જ્યારે પણ સમાચાર ચેનલો પોતાની ખબર દાખવતા હોય છે ત્યારે ભાન ભૂલી જતા હોય એવું અનેક વખત જાવા મળ્યું છે. શું મીડિયા સનસની ફેલાવવાનું માધ્યમ છે? બિલકુલ નહીં. મીડિયાનું કામ માત્ર સમાચાર આપવાનું નથી જ. કિયારેક એવું લાગે કે આ પ્રકારના સમાચારથી કોઈની ભાવનાને ઠેંસ પહોંચે છે યા કોઈ પણ પ્રકારનું રમખાણ કે દંગલ થઈ શકે છે અને જનતાને પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ છે તો તેવા સમાચારને બાજુએ મૂકવા અથવા તેની અસર ઓછી પડે એ રીતે છાપવા કે દાખવવા જાઈએ. પ્રિન્ટ મીડિયા આવું કરતું હોય છે, અનેક વખત અખબારોએ સંયમ દાખવ્યો હોય તેવા દાખલા છે, પરંતુ ટીવી મીડિયાની વાત કંઈ અલગ જ છે.
એક ભી શીખ જિંદા નહીં બચના ચાહીયે, જા હિન્દુ ઉન્હે આશરા દે ઉસે ભી મારો જેવા વાકિયો હાલના તબક્કે ટીવી પર દાખવવા કોઈ પણ રીતે યોગ્ય નથી જ. આવાં વિધાનોથી કોઈ પણ માણસનું મન ભડકી શકે તેમ છે, જેમના પર અત્યાચાર થયો છે એ લોકો પણ ગુસ્સામાં આવી શકે તેમ છે. દેશવિરોધી તતવોને પણ સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવવા માટેનો મુદ્દો મળી શકે તેમ છે. ભૂતકાળમાં એક ખરાબ ઘટના બની, આટલાં વર્ષે પણ એ ઘટનાનો ભોગ બનનારા લોકોને ન્યાય મળ્યો અને આરોપીઓને કારાવાસમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો, બસ આટલા જ સમાચાર હોવા જાઈએ, એથી વિશેષ કંઈ જ નહીં, આ ઘટના વિશે ડિબેટ પણ ના જ કરાય, પરંતુ એ આપણે ત્યાં થઈ રહ્યું છે. સતત થતું આવ્યું છે પણ હવે અટકવાની જરૂર છે અને જા ટીવી મીડિયા ના અટકે તો પ્રજાએ પોતે તમામ ન્યૂઝ ચેનલો જાવાનું બંધ કરી દેવું જાઈએ, એમ થાય તો જ આ લોકોની સાન ઠેકાણે આવે તેમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY