આચુંટણીઓ પણ આશ્ચર્યકારક હોડી છે. જ્યારે ચાલે છે ત્યારે બધાને તેમાં ફરવાનું મન થાય છે. એવામાંભલા મોહન ભાગવત કેમ રહી જાય..?? વિજયા દશમીનાં દિવસે રામ મંદિર બનાવો, કાયદો બનાવવો પડે તો તે બનાવીને કોઈપણ કિંમતે મંદિર બનાવો લોકોએ સાંભળીને આજુ બાજુ જાયું એકબીજાનેપૂછ્યું મોહનજી કોને કહી રહ્યા છે..?? આપણને કે સીધેસીધું મોઢા પર બોલવાની હિંમત નથી તેમને સંભળાવવા માટે લોકોને કહી રહ્યા છે કે શું..?? લોકો હેરાન-પરેશાન છે. ચુંટણીઓ આવતા જ રામની યાદ આવી..?? પોતાની જ સરકારને ફરિયાદ..?? ભલા પોતાનાને પણ કહેવું પડે છે કે શું..?? પરંતુ લાગે છે કે સરસંઘચાલક પણ રાજકારણનાં રંગમાં રંગાઈ રહ્યા છે અને પાંચ રાજ્યોમાં ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. સામાન્યચુંટણીકેરીની જેમ પાકવા માટે તૈયાર છે ત્યારે મોહન ભાગવતે મંદિરનો શંખ ફુંકયો છે પરંતુ તેમને આ સમયમાં જ કહેવાની શું જરૂરત આવી ગઈ..??
કોઈ સમયે સંઘે ઠરાવ પસાર કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપાની બહુમતીવાળી સરકાર બનશે ત્યારે ભવ્ય રામમંદિર બનશે. ૨૦૧૪માં સંઘનાં પ્રચારક મોદીનાંનેતૃત્વમાં એવી સરકાર આવી જેને કોઈનાં સમર્થનની જરૂર ન હતી. રામભક્તોને લાગ્યું કે હવે તો રામમંદિર બનીને જ રહેશે..!! પરંતુ એવું ન થયું. સમય વિતવા લાગ્યો ત્યારે આખરે પ્રવીણ તોગડિયાએ મંદિર નિર્માણ માટે અવાજ ઉઠાવ્યો તો તેમને સંઘમાંથી જ હાકી કઢાયા. એ જ વાત, એ જ માંગણીની બંસરી ભાગવતે વગાડી તો તેમને કોઈએ કહ્યું નહિ કે પ્રવીણ તોગડિયાએ આખરે શું ખોટી માંગ કરી હતી. એ જ માંગણી નાગપુરથી ઉઠી છે હવે સિંહને કોણ કહે કે ભાઈ, બાકી બધું તો સારું છે. બસ આ લ્યો દેશીદાતણઅને કરી લ્યો બ્રશ..!!
ભાગવતજી, લોકો એ કહેવાઈચ્છી રહ્યા છે કે દેશનાં વડાપ્રધાન સંઘનાં પ્રચારક છે. ભારે બહુમતી છે. સરકાર તમારા ઇશારે ચાલે છે. ત્રિપલ તલાક માટે તત્કાલ ચોંટી જઈને કાયદો બનાવ્યો તો ૨૦૧૪માં મંદિર માટે કાયદો બનાવ્યો હોત તો કોણ રોકી રહ્યું હતું તમને..?? ૪ વર્ષમાંમંદિર તો બની જ ગયું હોત. શું આ વાત લોકોની આંખમાં ધૂળ નાંખવા જેવી નથી..?? તમારે લોકો વચ્ચે જઈને પોતાની જ સરકારને કહેવું પડે છે કે મંદિર માટે સરકાર કાયદો બનાવે..!! લાગે છે કે ચાર વર્ષ સુધી આ બાબતમાં આ મુદ્દે ‘મૌની બાબા’ બનીરહેવાની કોઈ સલાહ આપને આપવામાં આવી હશે અને જ્યારે સરકાર ચારે તરફથી- દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવાનું નજરમાં આવ્યું હશે ત્યારે નારો ગુંજ્યો મંદિર વહી બનાયેંગે… પરંતુ તારીખ કોણ બતાવશે..?? સામાન્ય લોકો તો બિચારા નજીકનાં મંદિર-મસ્જીદમાં જઈને વધતી મોંઘવારીના મારથી બચવા બે વખત ખાવા મળે તે માટે પ્રયત્ન કરતા રહે છે. તેઓનેરોટલીમાં રામ અને અલ્લાહ દેખાય છે. તેમને પેટ ભરીને ખાવાનું મળે એવો કોઈ કાયદો બનાવવાની માંગ પણ હોવી જાઈએ. શું લોકોને માટે ‘રાઈટ ટુ લીવ’ એટલે કે જીવવાનાં અધિકારનો કાયદો બનાવીને સામાન્ય લોકો માટે બે વખત ખાવાનું મળી રહે તેવી વ્યવસ્થા સરકારે ના કરવી જાઈએ..?? સત્તાનાં ખેલમાં હવે રામમંદિરનો મુદ્દો ફુટબોલનાં દડાની જેમ ઉછાળવામાં આવશે. પણ‘ગોલ’ થશે..??કૃપા કરો તમે લાઈનમાં છો, રાહ જુઓ… કૃપયા આપ લાઈનમેં હૈ, પ્રતીક્ષા કરે… યુ આર ઇન કિયું, પ્લીઝ વેઇટ…!!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




