૨૦૧૮ તેની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે. આ જ વર્ષે ક્રિકેટના મેદાન પર ઘણા રેકોર્ડ બનાવવામાં આવ્યા તો ઘણા તૂટ્યાં પણ ખરા. તો કંઈક એવા રેકોર્ડસ કે જેને તોડવાં મુશ્કેલ છે.
ટેસ્ટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટઃ યાસિર શાહ
પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ત્રણે મેચોની ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ઓછી ગતિએ બોલિંગ કરતા યાસિર શાહે એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનારા બોલરનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ૩૩ મેચોમાં આ અજુબો કરીને ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ અને ફાસ્ટ બોલર ક્લેરીને પણ પાછળ છોડી દીધો છે. ક્લરીએ તેની ૨૦૦ વિકેટ ૩૬ ટેસ્ટ મેચોમાં મેળવી હતી. તેમણે ૮૨ વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે.
ચાર વનડેમાં સાતમી વખત ૧૫૦થી વધુનો સ્કોરઃ- રોહિત શર્મા
વનડે ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ ૧૫૦થી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરના નામે હતો. બંને બેટ્સમેને ૫ ૫ વખત આ અજુબો કરી બતાવ્યો હતો. હવે રોહિત શર્માએ આ બંને બેટ્સમેનોનો રોકોર્ડ તોડ્યો છે. તેમણે આ વર્ષે સાતમી વખત ૧૫૦થી વધુ રનનો સ્કોર બનાવ્યો છે અને બંને બૅટબોલ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ભાગ્યે જ કોઈ બેટ્સમેન રોહિત શર્માનો રેકોર્ડ તોડી શકે.
ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી મોટી પારીઃ- આરોન ફિન્ચ
જુન-જુલાઈમાં થયેલી ટી-૨૦ સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝિમ્બાવે વચ્ચે મેચ રમાઈ હતી. આરોન ફિંચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સમાં રમતા ૭૬ બોલમાં ૧૭૨ રન બનાવ્યા અને ટી-૨૦ માં પોતાનો વધુ સ્કોર બનાવ્યો અને રેકોર્ડ સ્થાપયો છે.
વન ડે શ્રેણીમાં સૌથી વધુ રનઃ- વિરાટ કોહલી
ભારતીય ટીમ આ વર્ષની શરૂઆતથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર હતી. આ વખતે એક દિવસની શ્રેણીમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ છ મેચમાં ૧૮૬ની એવરેજથી ૫૫૮ રન બનાવ્યા છે. તેમાં ૩ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે અને એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બન્યા છે. તેમણે રોહિત શર્માનો ૪૯૧ રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વન ડે ક્રિકેટનો સૌથી મોટો સ્કોરઃ- ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ આૅસ્ટ્રેલિયા વચ્ચે ૧૯ જૂને ટ્રેંટ બ્રિજમાં એક દિવસની સીરીઝની ત્રીજી મેચ રમાય હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ઈંગ્લેન્ડની ટીમે ૬ વિકેટ પર ૪૮૧ રન બનાવવાની સફળતા મેળવી. આ વનડે ક્રિકેટનો સૌથી મોટો સ્કોર હતો. તેનાં પહેલા ૪૪૪/૩ નો સ્કોર પણ ઇંગ્લેન્ડના નામે જ હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


