AIUDF પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલે પત્રકારનુ માથુ ફોડી નાંખવાની ધમકી આપી

0
37

ભવિષ્યમાં કોણી સાથે ગઠબંધન કરશો? પત્રકારનાં આ પ્રશ્ન પર ભડક્યા અજમલ
ગૌહાટી,તા.૨૭
આસામમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF)પ્રમુખ બદરુદ્દીન અજમલે એક પત્રકારને માથુ ફોડી નાખવાની ધમકી આપી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અંગેની પ્રશ્નોતરી કરતા અજમલ ભડક્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દક્ષિણ સલમારા જિલ્લામાં જીતેલા ઉમેદવારો અંગે પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. પત્રકારે અજમલનાં આ અભદ્ર વર્તન અંગે એફઆઈઆર દાખલ કરાવી છે.
ભવિષ્યમાં કઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે તે અંગે એક પત્રકારે અજમલને પ્રશ્ન પૂછ્યો હતો. આ જ સવાલ પર ભડકેલા અજમલ પત્રકારને ગાળો આપવા લાગ્યા. આ દરમિયાન અજમલનાં સાથીઓ હસતા રહ્યા અને અજમલ ગાળો આપતા રહ્યા.
અજમલે સ્થાનિક ટીવી રિપોર્ટરને કહ્યું કે, તને કેટલા કરોડ મળશે? ભાગ અહીથી નહિતો હુ તારુ માથુ ફોડી નાંખીશ, જા મારી પર કેસ નોંધાવી દે, હું તને કોર્ટમાં જોઈ લઈશ, તુ પહેલા પણ આવુ કરી ચુક્યો છે. આસામમાં AIUDFનાં ૧૩ ધારસભ્ય છે. અજમલ આસામનાં ધુબરી લોકસભા સીટથી સાંસદ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY