કાશ્મીરમાં ત્રાસવાદે હવે નવું અને વધુ ભયાનક રૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે હિઝબુલના આતંકવાદીઓએ કેટલાક પોલીસજવાનોનું અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ તરત જ કાશ્મીર પોલીસમાં હડકંપ મચી ગયો અને સાતેક જેટલા પોલીસજવાનોએ રાજીનામાં આપી દીધાં. ત્રાસવાદનું આ એક અનોખું રૂપ છે. હવે ત્રાસવાદીઓે પોલીસને જ નિશાન બનાવી રહ્યા છે.
અગાઉ પણ હિઝબુલે પોલીસમાં ભરતી થયેલા કેટલાક મુસ્લિમ કાશ્મીરીઓને પોલીસની નોકરી છોડવાની અથવા મોતને ભેટવા તૈયાર રહેવાની ધમકી આપી હતી. આવી ધમકી બાદ અત્યાર સુધીમાં ચાર મહિનામાં કુલ ૩૦ જેટલા લોકોએ પોલીસની ફરજને ત્યાગી ઘરે બેકાર બેઠા રહેવાનું મુનાસિબ માન્યું છે.
આતંકીઓએ હવે સરકારના મર્મસ્થાન પર જ ઘા કર્યો છે. આનો ઉકેલ સરકારે તાબડતોબ આણવો પડશે કેમ કે જેટલું સરકાર મોડું કરશે તેટલું દેશ અને કાશ્મીરી પ્રજાનું નુકસાન થશે. ત્રાસવાદીઓની આ નાપાક હરકત બાદ પણ ભારતીય મંત્રાલય શાંત છે.
માત્ર ભારત પાકિસ્તાન વચ્ચે થનારી મુલાકાત રદ કરવાથી કંઈ નહીં થાય. કંઈક નક્કર કરવું જ પડશે. ભારતે પાકિસ્તાન સામે તમામ મોરચે વિરોધ નોંધાવવો પડશે.
એશિયા કપની મેચ પણ અધવચ્ચે પડતી મૂકી સમગ્ર વિશ્ર્વમાં ફરી પાકિસ્તાનનો નાપાક ચહેરો દેખાડવો પડશે. જંગ અને ક્રિકેટ એક સાથે ન જ હોય. માત્ર ક્રિકેટ જ નહીં પાકિસ્તાન સાથેનો તમામ વ્યવહાર બંધ કરવો જરૂરી છે. હવેથી પાકિસ્તાનના એક પણ નાગરિકને કોઈ પણ કામ માટે (પછી ભલે તે સારવાર માટે જ કેમ ન હોય) વિઝા આપવા પર પ્રતિબંધ મુકાવો જાઈએ.
સમગ્ર કાશ્મીર લશ્કરને હવાલે કરી દેવું જાઈએ અને સાથે સાથે લશ્કરને છૂટ્ટો દોર આપી એક જ વખતમાં આ સમસ્યાનો ઉકેલ આણવો જાઈએ. કાશ્મીર મુદ્દે કડક પગલાં લેવા માટે ૩૭૦મી કલમ હોય કે કલમ ૩૫ એ બધા પર નિર્ણય લઈને કડક હાથે કામ લેવું જ જાઈએ.
હવે જા કાશ્મીર મુદ્દે ભારત ઢીલ મુકશે તો એ ભારતની સૌથી મોટી ચૂક હશે. કાશ્મીર ભારતનું એક અવિભાજ્ય અંગ છે અને રહેશે જ આને માટે સામ, દામ, દંડ, ભેદ જે પણ નીતિ કે કૂટનીતિ અપનાવવી પડે તે આપણે અપનાવવાની જરૂર છે, જા એમ નહીં થાય તો દેશની રક્ષા કરતા પોલીસ જવાનો કે સેનાના જવાનોનું મનોબળ તૂટી જશે અને એવું થયું તો સમગ્ર દેશની સુરક્ષા સામે જાખમ ઊભું થઈ શકે તેમ છે. સત્તાપક્ષ, વિપક્ષ હોય કે કોઈ પણ હોય આ મુદદ્દે હવે તમામ રાજકીય પક્ષોએ એક થવાની જરૂર છે.
જે રીતે પોતાના ભથ્થા વધારવા માટે આ રાજકારણીઓ પોતાના વિરોધ ભૂલી જતા હોય તો દેશની એકતા અને અખંડતા માટે શા માટે નહીં? જનતાએ પણ હવે આ રાજકારણીઓને પ્રશ્ર્ન પૂછવાનો સમય આવી ગયો છે કે કાશ્મીર અને પાકિસ્તાન સાથેના સંબંધ અંગેની તમારી નીતિ સ્પષ્ટ કરો. કોઈ પણ ગલ્લાંતલ્લાં કર્યા વિના કે બીજા પક્ષની નીતિને વચ્ચે લાવ્યા વિના તમે, તમારી વાત કરો. કંઈ નક્કર વાત કરો. અન્યથા અમારા મત ભૂલી જાવ. જે રીતે શહીદ નરેન્દ્રસિંહના દીકરાએ સમગ્ર દેશ સમક્ષ ટીવીના માધ્યમથી પોતાની વાત રજૂ કરી હતી તેનાથી દેશમાં એક પ્રકારનું મોજું પેદા થયું છે. દેશની જનતા પોતાના લશ્કર કે પોતાના પોલીસજવાનોના જાનની ચિંતા કરતી થઈ છે હવે કંઈક કરવાનો સમય સરકારનો છે, તમામ રાજકારણીઓનો છે અને આ વખતે જા તેઓ નિષ્ફળ જાય તો તેમને જવાબ જનતાએ આપવાનો છે. અલબત્ત મતાધિકારથી જ. છેલ્લે એક વાત સત્ય છે કે કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે, કોઈ પણ કાળે, કોઈ પણ કિંમતે!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


