બેઇજિંગ,તા.૧૪
હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે. ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.
ચીનની સરકારે હોંગ કોંગ પ્રશાસનને કડક કાર્યવાહી કરવા માટે કહ્યું છે અને શહેરની બોર્ડર પર બખ્તરથી સજ્જ ગાડીઓ તહેનાત કરી દીધી છે. બીજી તરફ અમેરિકા, ભારત સહિત અન્ય ઘણા દેશોએ પણ આ મામલા અંગે પ્રતિક્રિયા આપી છે અને એડવાઈઝરી જાહેર કરી છે.
ભારતીય દૂતાવાસે પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી નોટિસમાં લખ્યું કે, નાગરિકોએ કરેલા પ્રદર્શનના કારણે હોંગ-કોંગ એરપોર્ટ પર વિમાનોનું સંચાલન ૧૨ ઓગષ્ટે ગંભીર રીતે અટવાયું છે. તમામ ભારતીયોને આદેશ આપવામાં આવે છે કે જ્યાં સુધી એરપોર્ટ પર વિમાનોનું સંચાલન સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી પરિસ્થિતીથી બચવાના વૈકલ્પિક માર્ગોથી યાત્રા કરશો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


