કેન્સરની સારવાર શક્ય છે

0
96

વિશ્વભરમાં કેન્સર રોગે તેનો સકંજા મજબૂત બનાવી દીધા બાદ ભારત અને અમેરિકા સહિતના દેશોએ આ રોગને રોકવા તમામ પગલા લીધા છે. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ મહિલા પૈકી એકમાં સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. તાજેતરના સમયમાં ૩૫ વર્ષની વયમાં ભારતમાં કેન્સરના દર્દીઓ નોંધાયા છે. જે નવી ચિંતા સર્જે છે. ભારતમાં નવા સ્તન કેન્સરના કેસોની સંખ્યા પ્રતિ વર્ષે આશરે ૧૧૫૦૦૦ની આસપાસ છે. આ આંકડો વધીને ૨૫૦૦૦૦ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. અલબત્ત તમામ લોકો માટે સારા સમાચાર એ છે કે કેન્સરના રોગ બાદ પણ બચી જવાની તકો ૮૫ ટકાની આસપાસ છે. કેન્સર રોગ ૮૫ ટકા સુધી સારવાર થઇ શકે તે પ્રકાર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રારંભિક તબક્કામા યોગ્ય સારવાર લેવાની શરૂઆત કરવામાં આવે તો મોતનો દર ઘટી જાય છે. પરંતુ મોટા પડકાર એ છે કે પ્રારંભિક તબક્કામાં આ રોગને ઓળખી કાઢવાની બાબત ખુબ જ મુશ્કેલરૂપ છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોમાં આશરે ૪૦ ટકા લોકો વહેલી તકે સારવાર લેવા પહોંચી જાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ચિત્ર ચિંતાજનક બનેલું છે. ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા લોકો મોડેથી સારવાર લેવા પહોંચે છે. જેના પરિણામ સ્વરૂપે કેન્સરના રોગ ઉપર અંકુશ મેળવવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે. જીવલેણ કેન્સરના રોગને રોકવા માટે નિષ્ણાંતોની વહેલી તકે સલાહ જરૂરી છે. સલાહ એવી આપવામાં આવી છે કે મહિનામાં એક વખત જાતે નિરીક્ષણ કરવા જવું જાઇએ.પરિવારના ઇતિહાસ જેવા જાખમી પરિબળોથી પણ વાકેફ રહેવાની જરૂર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૨૨ પૈકીની એક મહિલાને સ્તન કેન્સરનો ખતરો રહેલો છે. જ્યારે અમેરિકામાં ૮ મહિલા પૈકી એકને સ્તન કેન્સરનો ખતરો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY