ભારતમાં આજદિન સુધી નેતા- અભિનેતાઓ ઉપર યૌનાચારના આરોપ લાગતા આવ્યા છે. પરંતુ કદાચ આ પહેલી વાર એવું થયું કે જેમા કોઈ બીજા પર નહીં પરંતુ દેશની સૌથી મોટી અદાલતના સૌથી મોટા ન્યાયાધીશ ઉપર યૌન શોષણનો આરોપ લાગ્યો હોય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની ઉપર એક મહિલાએ પોતાનું શારીરિક શોષણ થયાનો આરોપ લગાવ્યો. ક્યારે, ક્યા, કેવી રીતે આ બધું થયું તેની જાણકારી તેમણે અદાલતના ૨૨ જજાને આપવાની સાથે મીડિયા ઉપર પણ જાણકારી આપી. પ્રિન્ટ મીડિયાને નહીં પરંતુ આજના ડિજિટલ મીડિયામાં આ ખબર આવી, અને ન્યાયતંત્રમાં ભૂકંપ આવી ગયો. ઓનરેબલ સી.જે વિશેષ સુનાવણી કરી. બે અન્ય જજા સાથે પોતે પણ બેઠા. ન્યાયાલયના આસન પરથી દેશ ને કહ્યું કે જે તેમણે પૈસાથી ખરીદી ના શક્્યા તે હવે આવા દોષારોપણ પર ઉતરી આવ્યા છે. આ એક મોટી તાકાતનુ ષડયંત્ર છે. તેઓ કેટલાક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરવાવાળા છે એટલા માટે તેમના પર પ્રભાવ પાડવા માટે તેમના પર આવા ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ભારતનું ન્યાયતંત્ર ખતરામાં છે. તેમને મીડિયાને પણ સંયમ રાખવાની સલાહ આપી. આ ઘટનાને લઈને સમગ્ર ન્યાયપાલિકામાં ભૂકંપ આવી ગયો છે. હવે શું થશે તેની ચર્ચા થઈ રહી છે.
એક વાત તો નક્કી છે કે આટલા મોટા પદ પર બેઠેલા સન્માનનીય વ્યક્તિ વિશેષ પર આવા આરોપ લગાવવાથી ન્યાયપાલિકિની છબીને ધક્કો પહોંચ્યો છે. સી જે આઈ એ પોતાનું બેંક બેલેન્સ પણ જાહેર કરી દીધું. આની પાછળ ષડયંત્ર અને મોટી શક્તિઓ હોવાની વાત કરી તેમણે દેશને ચોંકાવી દીધો છે. એવામાં સમગ્ર દેશ સન્માનનીય જસ્ટીસ શ્રીમાન ગોગોઈ એવું ઈચ્છે છે કે તેઓ કોઈથી પણ ડર્યા વગર તેઓ મોટી તાકાતોને ખુલ્લી પાડે. આ કોનુ ષડયંત્ર છે, આની પાછળ કોઈ કોર્પોરેટ તાકતો છે કે પછી કોઈ રાજકારણ છે…..? આખરે તે કોણ છે કે જે આ બધું કરી રહ્યા છે…..? સી જે આઈ તે મહિલાના ચારિત્ર્ય અંગે કહ્યું કે તે જેલમાં ગયેલી છે. અને પોલીસે આ મહિલાને પોતાની ચાલ ચલગત સુધારવાની ચેતવણી પણ આપી હતી. મહિલાની ઓળખ હજુ જાહેર થઇ નથી, પરંતુ તેનાથી વધુ અગત્યની વાત એ છે કે સી જે આઈ આ ષડયંત્ર કરનારાઓનો ભાડો ફોડી નાખે, અને આ તેઓજ કરી શકે છે. કેમ કે તેઓ જાણે છે કે મોટી મોટી શક્તિઓ કોણ છે અને શા માટે તેઓએ આવી ધ્રુણાપાત્ર હરકત કરી છે.
સૌથી વિચારવાની વાત એ પણ છે કે તે દેશના સૌથી મોટા ન્યાયના હોદ્દા પર બિરાજતા વ્યક્તિવિશેષ પર આરોપ લાગ્યા. કોઈ રાજકીય પક્ષ કે તેમના નેતાઓએ માની લો કે જાણ પણ ના હોય. કોઈએ કોઈ ક્રિયા કે પ્રતિક્રિયા પણ નથી આપી. માની લો કે તેઓને આ બાબતથી કોઈ લેવાદેવાજ ન હોય, આવી ઘટનામાં કોણ પડે એવી કોઈ માનસિકતા અનુસાર નેતાઓ પણ ચૂપ છે. હા એ વાત છે કે બધા નાના-મોટા નેતાઓ ચૂંટણી જંગના મેદાનમા મતો માટે દોડી રહ્યા છે. એટલા માટે તેમની પાસે કદાચ સમય નથી…..!! શ્રીમાન સન્માનનીય સી જે જી, તમે કોઈ થી ડર્યા વગર જલ્દી માં જલ્દી એ તાકાતોને ખુલ્લી પાડો. તેઓને એવો પાઠ ભણાવો કે કોઈ પણ ભવિષ્યમાં આવી નીચ પ્રકારની હરકત ના કરે. શું તમે એ તાકતોને બેનકાબ કરશોને…? કે તેમનાથી ડરશો તો નહીં ને….?દેશ તમારી રાહ જાઈ રહ્યો છે એ જાણવાને માટે કે આખરે એ કઈ તાકાતો છે કે જે ભારતની ન્યાય વ્યવસ્થાની ગાડીને પાટા ઉપરથી ઉતારવાનું ચાહે છે……? ન્યાય દેવી પણ એ જાણવા માટે બેતાબ છે કે કોણ તેના પાયાને હચમચાવવાની કોશિશ કરી રહ્યા છે….!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




