પોઇચા ત્રણ રસ્તા પાસે પુરપાટ જતી ફોરવ્હીલ ગાડીએ કરેલા અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા
નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ પોલીસની અછત અને ટ્રાફિક પોલીસનું તો કોઈ અસ્તિત્વજ જણાતું ન હોય ત્યારે બેફામ જતા વાહનોના કારણે અકસ્માત વધી રહ્યા છે
રાજપીપળા : નર્મદા જિલ્લાના પોઇચા ત્રણ રસ્તા પાસે ગતરોજ એક પુરપાટ જતી ટ્રાવેલર ફોરવ્હીલ ગાડી નંબર GJ.03.BV.5780 ના ચાલકે ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ધર્મેન્દ્ર બારિયાના સબંધી સુનિલભાઇ બારીયાની રહે, સોઢલીયા, નાંદોદ ની મો.સા.નં.GJ. 22. K,4351 સાથે એકસીડન્ટ કરી સુનીલભાઈને માથાના આગળના ભાગે ગંભીર ઇજા પહોચાડી પોતાનુ વાહન રોડની સાઇડમાં મુકી નાશી જતા ઈજાગ્રસ્ત સુનિલભાઈ ને તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલમાં ખસેડાયા હતા .
નર્મદા જિલ્લો પોઇચા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી,નર્મદા ડેમ સહિતના સ્થળોના કારણે પ્રવાસીઓમાં આગવું સ્થાન ધરાવે છે અને જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી હોવા છતાં પોલીસ સ્ટાફ ની અછત હોય ટ્રાફિકના કાયદાનું કોઈજ પાલન થતું નથી જેના કારણે રોજિંદા અકસ્માતો વધે છે જેમાં કેટલાય નિર્દોસ વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે જિલ્લામાં પ્રવાસન સ્થળો ના વિકાસની સાથે સરકારે અમુક ખાતાના જરૂરી સ્ટાફની પણ ભરતી કરવી પડશે નહીં તો અકસ્માતો ની વણઝાર વધતી જશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




