ગાડીમે સ પા કા ઝંડા તો સમજા ઉસમે ગુંડા…..! રીસ્તેમે હમ યોગી આદિત્યનાથ કે બાપ લગતે હૈ…..! અલી ભી ચાહીએ બજરંગબલી ભી લેકીન અનારકલી નહીં……! માયાવતીજી સંભલકર રહેના આઝમખાન કી આંખે એક્સ-રે જેસી હૈ ના જાને કહા કહા આપકે ઉપર દેખેગી……! મુસ્લિમ મુજે વોટ દેતો ચીની ઓર ન દેતો કોઈ દિક્કત નહીં…..! આ કેટલાક નમૂના છે ભારતના નેતાઓના ખરાબ શબ્દોના જે ચૂંટણીમાં જીતીને કાયદાઓ બનાવશે. મુખ્યમંત્રી યોગી, સલમાન ખુર્શીદ, અબ્દુલ્લા આઝમ ખાન, વરુણ ગાંધી અને ડફલી ગર્લ જયાપ્રદા એ લોકસભા ચૂંટણી પ્રચારમાં આવા નિવેદનો આપ્યા. ચૂંટણીપંચે જોરદાર ઝટકો ધીરેથી મારતા કેટલાક આકરા પગલા પણ લીધા. યોગીજી માયાવતી જયાપ્રદાની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પરંતુ તેમના પર લગાડેલા પ્રતિબંધ નો સમય પૂરો થતાં ફરી એજ ખરાબ શબ્દો…..! આનો અંત શું આવશે…..? ચુટણી પંચને વધુ સત્તા ક્યારે મળશે…..? આવા બોલ બોલવાવાળાના ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે અને અગર બોલવાવાળો ચૂંટણીમાં ઉમેદવાર ના હોય તો તેને ચૂંટણી પૂરી થાય ત્યા સુધી પ્રચારથી દૂર રાખવામાં આવે. એવી કોઈ સત્તા ચૂંટણીપંચને આપવામાં આવે તો જ આવા ખરાબ શબ્દોનો અંત આવી શકે છે.
ભારતને દુનિયાનો સૌથી મોટો લોકશાહી વાળો દેશ કહેવામાં આવે છે. ભારતની સામાન્ય ચૂંટણીઓને જોવા અને અધ્યયન કરવાને માટે વિદેશમાથી કેટલાયે સંશોધનકર્તાઓ ભારતમાં આવે છે. તેઓ જ્યારે નેતાઓના મોઢામાંથી આવી વાતો સાંભળતા હશે તો તેમને કેવો અનુભવ થતો હશે…..? અને આ નેતાઓ કોઈ નવા ખેલાડી નથી. યોગીજી સૌથી મોટા રાજ્યના સીએમ છે, સલમાન પૂર્વ મંત્રી છે, જયાપ્રદા સાંસદ રહી ચૂકી છે, વરૂણ પણ હવે સિનિયર સાંસદ બની ગયા છે. છતાં પણ તેમના મોઢામાંથી આવા ખરાબ બોલ તેમની પ્રતિભાને માટે ક્યારેય યોગ્ય નથી. સામાન્ય લોકોને માટે તેઓ આદર્શ પણ હોય છે. અને જ્યારે તેઓજ આવી જબાનમાં બોલશે તો સામાન્ય લોકો શું વિચારશે…..? શું તેઓએ સંયમ ન રાખવો જાઈએ….?
કોઈથી પોતાની રેખા ને મોટી કરવી હોય તો તેની રેખા નીચે મોટી લીટી કરો તો બીજાની રેખા પોતાની મેળે જ નાની થઈ જશે. પરંતુ આવું કરવાને બદલે બીજાની રેખાઓને ભૂંસી નાખવાની કોશિશ પોતાની નિષ્ફળતાજ છે. કોઈ મહિલા ઉમેદવારને અનારકલી કહેવી શું આ શોભા આપે છે શુ…..? જાહેરમાં પોતાના ગંદા કપડા ધોવાથી સમગ્ર દુનિયા મેલ જોશે. જયાપ્રદા શું પહેરે છે તે જાવાનું બીજાનું કામ નથી. એજ જયાપ્રદા જ્યારે સપામાં હતી ત્યારે તો અનારકલી ના હતી……! પક્ષ બદલતાજ તે અનારકલી બની ગઈ……? મુસ્લિમોના વોટ પણ જોઈએ અને નહિ નહિ અમારે નથી જોઈતા એવું પણ કહેવાનું…..? ચૂંટણીઓતો કાલે પૂરી થઇ જશે. પરંતુ નેતાઓના ખરાબ શબ્દો મતદાતાઓ કેવી રીતે ભૂલશે….? ઇતિહાસ કેવી રીતે ભૂલી જશે….? બની શકે છે કે કાલે આજ નેતા એકબીજાની સાથે હાથ મેળવી લે. પરંતુ જે કડવાશ કે ઝેર તેમના મનથી નીકળ્યું તે ઝેર એકાએક અમૃત કેવી રીતે બની જશે….? ચુનાવ તેરી વહુ કહાની….પહલે માનહાની ફીર ગલે લગાઈ….! પલભર મેં ઝહરકો મીઠા મીઠા શહદ બનાના કોઈ આ નેતાઓસે શીખે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




