સુઇગામ તાલુકાના સોનેથ ગામની સીમમાં આવેલ વજાપુરા (સોનેથ) પ્રાથમિક શાળા માં શાળા ના ધોરણ એક થી પાંચ ના તમામ બાળકોને સોનેથ ગામના યુવાન ચૌધરી જગદીશ ભાઈ લખમણભાઇ એ તેમના પુત્ર હાર્દિક ના જન્મદિન નિમિતે ખોટો ખર્ચો કરવાને બદલે ઉમદા વિચારથી પ્રેરાઈ શાળાના 25 બાળકોને સ્લેટ,પેન્સિલ ,બોલપેન ,આંકણી અને નોટોનુ વીતરણ કરવામાં આવ્યું,આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રતિકભાઈ ચૌધરી એ જગદીશભાઈ ની ભાવનાને બિરદાવી હતી.
રમેશભાઈ રાજપુત બનાસકાંઠા મો. 7383115050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



