અંકલેશ્વર શહેરમાં નીકળનાર રથયાત્રા નિમિત્તે ફ્લેગ માર્ચ યોજાઈ

0
176

તા.૪/૭/૨૦૧૯ નારોજ ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનાર રથયાત્રા અનુસંધાને નગરપાલિકા કચેરી અંકલેશ્વર ખાતે સભાખંડમાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામા આવેલ હતી.

આ મીટીંગમાં જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ કલેક્ટર રમેશ કે.ભગોરા, અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી, ભરૂચ એલ.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા, અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સપેક્ટર આર.કે.ધુળિયા,ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દક્ષાબેન શાહ, વહીવટી તંત્રના અધિકારીઓ, રથયાત્રાના આયોજકો, શાંતિ સમિતીના સભ્યો અને પ્રેસ મિડીયાના મિત્રો સાથે મીટીંગ કરવામા આવેલ હતી. જેમાં રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે સારૂ મીટીંગ હાજર રહેલ આયોજકો તથા સભ્યોના મંતવ્યો તથા સુચનો અંગે ચર્ચા કરવામા આવેલ હતી. ત્યારબાદ હરિદર્શન સોસા.ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાના રૂટ મુજબ ભરૂચી નાકા સુધી ફ્લેગ માર્ચ કાઢવામા આવેલ હતી. આ ફ્લેગ માર્ચમાં ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના – ૫૧ જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા. તેમજ રૂટમાં પોલીસ અધિક્ષક દ્વારા વિસ્તારની સંવેદનશીલતા અંગે જરૂરી સુચનો આપી વાકેફ કરવામા આવેલ હતા. આ રથયાત્રામાં ૧ પો.સ.ઇ.પ પોલીસ માણસો સાથેનો એન્ટી રોમીયો એન્ટી પ્રોહિબિશન સ્કોડ બનાવવામા આવેલ છે. જે સ્કોડ દ્વારા પીધેલા લોકો યાત્રામાં ન આવે તેમજ છેડતી અને પીક પોકેટીંગના બનાવો ન બને તેની ખાસ અને ચોક્કસ પ્રકારની કામગીરી કરવા પોલીસ અધિક્ષક એ આ સ્કોડની ખાસ રચના કરેલ છે. તેમજ આ રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે.

બ્યુરો : જંગ એ ગુજરાત,ભરૂચ 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY