સુરત,તા.૩
સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, તેના કારણે એક ૫ વર્ષની બાળકીને તેને શિકાર બનવું પડ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં રખડતાં કૂતરાએ પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો.
કૂતરાએ બાળકીનું પેટ ચીરી અને આંતરડા સુધી બચકું ભરી લીધું હતું. જેના કારણે ૫ વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. બાળકીનું પેટ ચિરાઇ ગયું હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વરાછાના ઈન્દિરા નગર પાસે ૫ વર્ષીય બાળકીને રખડતા શ્વાન ૫૦ મીટર સુધી ઘસડી ગયા હતા,અને તેના પર હિંસક હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને બચકું ભરી, પેટની ચામડી ફાડી આંતરડા સુધી દાંત માર્યા હતા. આ ઘટના બાળકીના ઘર નજીક જ બની હતી.
સુરતમાં આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોવાથી સ્થાનિકોમાં રોષ જાવા મળ્યો હતો. કોર્પોરેશનને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડે કાન કરીને કોઇ કાર્યવાહી કરતા નથી તેવી ફરિયાદો ઉઠવા પામી છે. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તેમને શહેરીજનોની કોઇ ચિંતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



