વલસાડ,તા.૩
વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ધાતકી હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં ૫ દિવસ બાદ યુવતીનો મૃતદેહ વલસાડ પહોંચ્યો છે. યુવતીનો મૃતદેહ વલસાડ પોતાના ઘરે આવતા પરિવારમાં શોકની લાગ્ણી પ્રસરાઇ હતી.
જા કે, યુવતીની કિયા કારણસર બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં તેની હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. આ બાબતે બેંગ્લોર પોલીસ એ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના હર્ષદભાઈને પોતાના ફેમિલીમાં ત્રણ દીકરીઓ છે, જેમાંથી મોટી દીકરી વૃત્તિ પટેલ (ઉંમર ૨૨ વર્ષ) બેંગલોરમાં રહીને જેએમઈનો અભ્યાસ કરતી હતી. તે એન્જિનિયરિંગના હોસ્ટલમાં રહીને ભણતી હતી. પરંતુ કોઇક કારણસર ૫ દિવસ પહેલા તેની કોઈએ હત્યા કરી નાંખી હતી.
૫ દિવસ બાદ શુક્રવારે તેનો મૃતદેહ વલસાડ આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વલસાડની યુવતીનો મૃતદેહ બેંગલોરથી વિમાન મારફતે લાવવામાં આવ્યો હતો. આ અંગે પરિવારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ બાબતની તપાસ થાય એવી માંગ કરી છે. જોકે, વૃત્તિની હત્યા કયા કારણોસર થઈ, અને કોણે કરી તે અંગે કારણ હજી અકબંધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



