વિવિધ પક્ષોને મળી રહેલા કેસી આર ની પાછળ કોણ છે…..? તેમની દાળ કેમ ગળતી નથી….?

0
35
તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કે જેઓ  રાજકીય ક્ષેત્રમાં કે સી આરના નામથી ઓળખાય છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે. તેલંગાણામાં સરકાર બનાવ્યા પછી કે સી આર એ લોકસભા ની ચુંટણીમાં પણ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા  છે. ચૂંટણી પરિણામ આવે તે પહેલા તેઓ વિવિધ પક્ષોના નેતાઓને મળીને કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત કરી રહ્યા છે. પરંતુ કે સી સી આર ની આ મુવમેન્ટ પાછળ ભાજપના કમળનો હાથ ધોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. રાજકીય સૂત્રો અનુસાર ભાજપના નેતાઓને લાગી રહ્યું છે કે પછી એવા સંકેત   મળ્યા  હોય કે આ વખતે ફરીથી મોદી સરકાર નથી બની રહી. જો મમતા- માયાવતીના ઈશારા પર સરકાર બનશે કે પછી કોંગ્રેસના સમર્થનથી સરકાર બને છે, તો મોદી સરકારના પાંચ વર્ષમાં લીધેલા મોટા નિર્ણયોની તપાસ થઈ શકે છે, જેમાં નોટ બંધી, જી એસ.ટી અને રફાલ વિમાન સોદો મુખ્ય છે. કોંગ્રેસ અને રાહુલે તો સીધે સીધુ બતાવ્યું છે કે કેન્દ્રમાં સરકાર બદલતા જ મોદી જેલમાં જશે. તેમના નિર્ણયોની તપાસ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર  જો આવું થાય છે તો મોદી અને અમિત શાહને રાજકીય નુકસાન થાય તે રોકવાના હેતુથી  કેન્દ્રમાં એક એવી સરકાર બને કે જેને ભાજપા  બહારથી સમર્થન આપીને બનાવે. જેથી મોદી સરકારના વિવાદી નિર્ણયોની  તપાસ ના થાય અને પાંચ વર્ષ સુધી આ વિવાદી નિર્ણયો ઉપર પડદો પડ્યો રહે. એવી સરકાર બનાવવાની જવાબદારી કે સી આર ને સોપી હોય શકે છે, અને એટલા માટે તેઓ વિવિધ પક્ષોમાં  ફરી-ફરીને મોદી- શાહને આવનારી સંભવીત  મુશ્કેલીઓમાથી  બચાવવાના બીડુ લઈને નેતાઓને મળી તો રહ્યા છે, પરંતુ તેમની દાળ ગળતી હોય એવું લાગતું નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર કે સી આરને  મહત્વ નથી મળી રહ્યું. તેમની વાત નેતાઓ સાંભળી રહ્યા છે પરંતુ બધાને એવું લાગી રહ્યું છે કે મોદીની ફરીથી સરકાર નથી બની રહી તો કે સી.આર કોનો એજન્ડા લઇને ફરી રહ્યા છે…..? કે સી આર પોતે ઉપ વડાપ્રધાન બનવાની રાહ અને ચાહમાં છે, પરંતુ શું તેમનો આ  રસ્તો આસાન છે….?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY