મારે જબ્બર પુરુષાર્થ કરવાની તૈયારી રાખવી પડશે : ટાઇગર

0
9

મુંબઈ,તા.૧૭
હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં રિતિક સર સાથે કામ કરવા માટે મારે જબ્બર પુરુષાર્થ કરવાની તૈયારી રાખવી પડશે.
‘હું રિતિક સરને મારા આદર્શ માનું છું. મને જણાવવામાં આવ્યું હતું કે મારે આગામી ફિલ્મમાં એમની સાથે ડાન્સ કરવાનો છે. મારી દ્રષ્ટિએ આ મુદ્દો મારા માટે એેક બછે. રિતિક સર બોલિવૂડના બેસ્ટ ડાન્સર છે. એમની સાથે કદમ મિલાવવાનું મારું ગજું નથી એ હું બરાબર સમજું છું’ એમ ટાઇગરે નિખાલસતાથી કહ્યું હતું.
સાજિદની આ ફિલ્મની અન્ય વિગતો અત્યારે ખાનગી રાખવામાં આવી રહી છે. માત્ર એટલે અણસાર મળ્યો છે કે વાણી કપૂર આ ફિલ્મની હીરોઇન હશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY