સુરતની ઘટના પછી રાજયનું આખુ તંત્ર દોડતુ થઈ ગયુ છે, જાણે રાતો રાત બધુ સુધારી નાખશે તેવું લાગી રહ્યું હતું પણ આ સ્મશાન વૈરાગ્ય જેવી ઘટના છે, થોડા દિવસો થશે તંત્ર અને પ્રજા બધુ ભુલી જશે… કારણ આપણે સહનશીલ પ્રજા છીએ, આપણે આપણા જીવનમાં થતી સારી નરસી ઘટના માટે નસીબને જવાબદાર માનીએ છીએ તેના કારણે સુરતમાં જેમણે બાળકો અને સ્વજનો ગુમાવ્યા તેઓ પણ નસીબને દોષ આપશે. સુરતમાં જે આગની ઘટના ઘટી એ કઈ પહેલી ઘટના નથી, દેશમાં આવી અનેક ઘટનાઓ પહેલા પણ થઈ છે. જેમાં અનેક માણસો મૃત્યુ પામ્યા કેટલાંક વર્ષો સુધી કોર્ટના પગથીયા ઘસતા રહ્યા, કોર્ટમાં તેઓ જીતી ગયા પણ મનથી હારી ગયાપ
અહિયા દોષ માત્ર તંત્રનો જ નથી પ્રજા તરીકે આપણે પણ સવાલ પુછવાનું ભુલી ગયા છીએ, પ્રજા તરીકે આપણે સહન કરવું જ પડે તેવું આપણે સ્વીકારી લીધુ, જેઓ શાસક છે, જેઓ આપણા મતે ચૂંટાય છે અને જેઓ અધિકારી છે તેઓ આપણી કરતા ઉપર છે તે પણ આપણે સ્વીકારી લીધુ છે. જેના કારણે સુરતમાં જે ઘટના ઘટી તેવી ઘટના ફરી થશે નહીં તેવી ખાતરી કોઈ આપતુ નથી. આગ તો લાગવાની પણ માણસને બચાવી લેવાની વ્યવસ્થા અમારી પાસે છે તેવું ખોંખારીને કોઈ કહેવા તૈયાર નથી, કારણ રાજકીય વગ અને પૈસાના ઢગલા નીચે માણસ ખોખલો થઈ ગયો છે તેવુ સ્વીકારવાની પણ તૈયારી નથી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોંલકી હતા ત્યારે અમદાવાદની ફરતી પતંગ હોટલનું નિર્માણ થઈ ગયું હતું પતંગ હોટલ શરૂ કરતી વખતે અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર બ્રીગેડની મંજુરી લેવાની હતી.
અમદાવાદ ફાયર બ્રીગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એફ ઈ દસ્તુરે (હાલમાં ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરના પિતા) પતંગ હોટલની ફાઈલ આવી ત્યારે તેને મંજુરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો, પતંગ હોટલને મંજુરી નહીં આપવાના કારણ હતા, ત્યારે અમદાવાદ ફાયર બ્રીગેડ પાસે ત્યારે આટલી ઊંચાઈ શકે શકે તેવા હાઈડ્રોલીક પ્લેટફોર્મ ન્હોતા.જો કે આજે હોટલ સુધી જઈ શકે તેવા પ્લેટફોર્મ છે પણ હોટલના સ્ટ્રકચરમાં કોઈ ફેરફાર થયો નથી, જેના કારણે જોખમ તો આકાશમાં લટકે જ છે.તત્કાલીન ચીફ ફાયર ઓફિસરે મંજુરી નહીં આપવાના કારણો ફાઈલ ઉપર લખ્યા હતા (જો ફાઈલને પગ ફુટી ના નિકળ્યા હોય તો ફાઈલ આજે પણ રેકોર્ડમાં હશે) તે પ્રમાણે જ્યારે મકાનની ઊંચાઈ વધે ત્યારે ત્યારે તેની સીડી સાડા ચાર ફુટની હોવી જોઈએ, કારણ જયારે આગ લાગે ત્યારે વિજ પ્રવાહ બંધ કરી દેવો પડે અને લોકો સીડી વાટે નીચે આવે.
પરંતુ પતંગ હોટલની આંતરિક સીડી બે ફુટની છે, આગની ઘટના ઘટે તો લોકો ઉપરથી નીચે તરફ દોડવા લાગે અને મદદ માટે જનાર સીડી વાટે ઉપર જવાનો ઉપયોગ કરે તે સંજાગોમાં લોકો કચડાઈને મરી જવાની શકયતા વધી જાય છે. પતંગ હોટલનું રસોડુ છે જેમાં અનેક એલપીજી ગેસ સીલેન્ડર છે જે આજે પણ છે જો રસોડોમાં આગ લાગે તો ફુગ્ગાની જેમ ગેસ સીલેન્ડર ફાટવા લાગે, આ કલ્પના જ ડરામણી છે.આ તમામ સ્થિતિને ધ્યાનમાં લેતા ચીફ ઓફિસર હોટલને મંજુરી આપવા માગતા ન્હોતા, પણ સરકાર ખાસ કિસ્સામાં હોટલને મંજુરી આપવા માગતી હતી.જેના કારણે ચીફ ઓફિસરે નોંધ્યું કે જા આગ લાગશે તો અમદાવાદ ફાયર બ્રીગેડની જવાબદારી માત્ર લાશો ઉતારવાની રહેશે.આમ એક નાની નોંધ કેટલી ગંભીર બાબત તરફ તંત્રનું દોરી રહી હતી પણ તંત્રએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં.
આજે અમદાવાદ ફાયર બ્રીગેડ પાસે ત્રણ હાઈડ્રોલીક પ્લેટફોર્મ છે, હોટલની ઉંચાઈ ૪૫ મીટરની છે જ્યારે પ્લેટફોર્મ ૫૪ મીટરના બે અને ૮૧ મીટરનું એક છે આમ હોટલની ઉંચાઈને તો પહોંચી શકાય તેમ છે પરંતુ રસોડોમાં રહેલા ગેસ સીલેન્ડર યથાવત છે, સીડી આજે પણ બે ફુટની છે. આ સ્થિતિમાં આગ લાગે તો હાઈડ્રોલીક પ્લેટફોર્મની મદદ મળતા ઓછામાં ઓછો વીસ મિનીટનો સમય લાગે છે. આ વીસ મિનીટ બહુ મહત્વની છે, આગના સંજાગોમાં લોકોનો વ્યવહાર કેવો હશે તે કહેવું મુશ્કેલ છે, મદદ મળતા પહેલા લોકો સીડી વાટે નીચે તરફ ભાગશે, સ્ટાફ અને ગ્રાહકો સહિત ૧૫૦થી ૨૦૦ માણસો એક નાની સીડી વાટે ભાગવાની શરૂઆત કરે તો ત્યાં સુધી સ્થિતિ નિર્માણ થાય તે કહી શકાય નહીં, ફાયર બ્રીગેડના હાઈડ્રોલીક પ્લેટફોર્મ આવ્યા પછી કેટલીક ટેકનીકલ મુશ્કેલી છે.
આટલી ઉંચાઈ ઉપર પ્લેટફોર્મ પહોંચે ત્યારે તે હવામાં હોય છે. હોટલમાં રહેલા લોકોને રેસ્કયુ કરવામાં વાંધો નથી, પણ જો ફાયર ફાઈટીંગ કરવુ હોય તો સૌથી પહેલા હોટલને ફરતા જે કાચ છે તે તોડવા પડે, હોટલે પવનની ઝડપ ધ્યાનમાં રાખી કાચ અનબ્રેકેબલ બેસાડયા છે, પહેલા તો કાચ તોડવા પડે, પણ કાચ તોડયા પછી પવનની ઝડપ આગને વધારી શકે છે, આટલી ઉંચાઈ ઉપર પવનની ગતી ૫૦-૬૦ કિલોમીટરની હોય છે. જે આગને વિકરાળ તો બનાવે પણ તેની સાથે હવામાં લટકી રહેલા પ્લેટફોર્મને પણ લાંબો સમય સ્થિર રાખે નહીં અને જ્યારે ફાયર ફાઈટીંગ શરૂ થાય ત્યારે પાણીની તાકાત પણ વધી જાય આમ પવન અને પાણીની તાકાત આ બંન્ને બાબતો પ્લેટફોર્મને સ્થિર ઊભું રહેવા દેનહીં, આસાથે કોઈ પણ દિવાલના સપોર્ટ વગર ઊભા રહેલા પ્લેટફોર્મને જમીનની ધ્રુજારી પણ નડી શકે છે. આ તમામ સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રીગેડને લાંબો સમય લાગે જ્યારે આગમાં એક એક મિનીટ મહત્વની હોય છે.
અહીંવાત માત્ર પતંગ હોટલની જ નથી આવી અનેક ઈમારતો અમદાવાદમાં છે જેને રાજકીય વગને કારણે મંજુરી મળી ગઈ જે જીવતા બોમ્બ જેવી છે, સુરતની આગમાં જ્યારે બાળકો કુદી રહ્યા હતા ત્યારે જા જમ્પીગ બેગ હોત તો બાળકો બચી ગયા હોત, આવી જમ્પીગ બેગ અમદાવાદ ફાયર બ્રીગેડ પાસે છે પણ માત્ર બે જ છે, આગ કયાવિસ્તારમાં લાગશે અને ક્યારે લાગશે તે કહી શકાય તેમ નથી જેના કારણે જમ્પીંગ બેગની મદદ જેતેવિસ્તારમાં ક્યારે મળશે તે કહી શકાય નહીં ખરેખર તમામ ફાયર સ્ટેશનમાં આ સુવિધા હોવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


