નર્મદામાં ઠેર ઠેર બિયર સોપ ખુલતા પ્રવાસીઓમાં એક અલગ આકર્ષણ 

0
12

ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થાય એ વાતથી હાલ સરકાર પ્રવાસીને ટેવ પાડી રહી હોય તેમ નોન આલ્કોહોલિક બિયર નું વેચાણ…?

ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ગુજરાત બહારના પ્રવાસીઓ મુલાકાત લે છે પણ નોન આલ્કોહોલિક બિયર સોંપ હોય છેતરાઈ રહ્યા છે.

રાજપીપળા : નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે િલામાં પ્રવાસીઓને આકર્ષવા પણ સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહ્યા છે હવે પ્રવાસીઓ અને સ્થાનિોને એવી આશા બધાઈ છે કે કેવડિયાને કેન્દ્ર શાસિત સરકાર બનાવી દેશે અને બીજીવાર જયારે મોદી સરકાર આવી છે ત્યારે હવે આ યોજના અમલમાં આવે એવી પ્રવાસીઓ રાહ જોઈ રહયા છે પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થાય એ શક્ય નથી લાગતું ત્યારે હાલ ઠેર ઠેર બિયર શોપો ખુલી ગયા છે અને જેને બિયર બાર જેવો લૂક આપવામાં આવ્યો છે. આ લૂક થી ગુજરાતના અને ગુજરાત બહારના પ્રવાસીઓ આકર્ષાય છે અને બિયર નોન આલ્કોહોલીક હોય છેતરાય છે. આવા બિયર સોપ અત્યાર સુધી જોવા મળતા ન હતા પરંતુ છેલ્લા બે વર્ષથી આ ખુલી રહ્યા છે જે હાલ પ્રવાસીઓમાં આકર્ષણ બન્યા છે .

નર્મદા જિલ્લો પ્રવાસન ધામ હોય જેમાં ખાસ કરીને યાત્રા ધામોની આજુબાજુમાં તો અનેક બિયર શોપ ખુલી ગયા છે ત્યારે આ શોપ શું મનફાવે તે ખોલી નાંખે છે કે પરમિશનથી ખોલવામાં આવે છે એ સમજાતું નથી પરંતુ યાત્રાધામ તરીકે વિકસેલા પોઇચા ખાતે પણ હાલ ત્રણથી ચાર બિયર શોપ ખુલી ગઈ છે અને કેવડિયા રાજપીપળા અને ડેડીયાપાડા ખાતે પણ આવી શોપ ખુલી છે ત્યારે ત્યાં લોકો નોન આલ્કોહોલીક બિયર પીને સંતોષ માણી રહ્યા છે અને જાણે બિયર બાર નો એક માહોલ બનાવવા પણ આ સરકાર હાલ બિયરશોપ ખોલવા લોકોને પ્રેરિત કરી રહી હોય એમ લાગી રહ્યું છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY