30 થી વધુ લાભાર્થીઓ એવા હતા જે નવ મહિના થી 30 હજારનો એડવાન્સ હપ્તો જમા થવા છતાં કામગીરી આગળ ન કરતા એજન્સીએ નોટિસ ફટકારતા દોડતા થયા
રાજપીપળા : રાજપીપળા શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ અગાઉ પાસ થયેલા લાભાર્થીઓ પૈકી અમુક લાભાર્થીઓ એડવાન્સ હપ્તો લઈ કામગીરી ન કરતા હોય એ તમામ ને સોમવારે નોટિસ ફટકારતા દોડતા થયા હતા
વર્ષ 2017-18 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજપીપળા શહેરમાં આવેલા ફોર્મ ના સર્વે બાદ કુલ 150 થી વધુ લાભાર્થીઓ ના આવાસ મંજુર થયા બાદ તમામને 30 હજાર નો એડવાન્સ હપ્તો ચુકવાયો પરંતુ આ તમામ પૈકી 30 જેવા લાભાર્થીઓ એ નવ મહિના થવા છતાં આવાસ ની નિયમ મુજબ કોઈજ કામગીરી આગળ ન વધારતા એજન્સી દ્વારા એવા તમામ ને ટેલિફોનિક અને રૂબરૂમાં ચેતવણી આપી છતાં 30 હજાર રૂપિયા લીધા બાદ પણ હજુ સુધી કામગીરી શરુ ન કરતા આ તમામને સોમવારે એજન્સી મારફતે નોટિસ આપતા આખરે નોટિસ મળતાજ મોટાભાગના લાભાર્થીઓ કામગીરી ક્યારે શરુ કરશે એ બાબતે ખુલાસો કરવા દોડતા થયા હતા .
સરકાર ઝૂંપડા હટાવી મકાનો બનાવવા સહાય આપતી યોજના લાવે છે પરંતુ અમુક લોકો થોડા રૂપિયા મળ્યા બાદ કામગીરી આગળ ન વધારતા સરકાર આવા લોકો માટે એજન્સી મારફતે કાર્યવાહી કરતા સરકારના રૂપિયા લઇ મહિનાઓ સુધી બેસી રહેતા લોકોની આખરે ઊંઘ ઉડાડવા નોટિસ નું શસ્ત્ર ઉગામતા આખરે આવા લાભાર્થીઓ દોડતા થયા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




