ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાત માંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્ય છે . હવે તેઓ બંને લોકસભા બેઠક પણ જીત્યા છે . શ્રી અમિત શાહે રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે . સ્મૃતિ ઈરાનીએ હજી રાજીનામું આપ્યું નથી . પરંતુ લોકસભા બેઠક જ જાળવી રાખે એવી પૂરી શક્યતા છે . જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી થશે . આ બંને બેઠકો ભાજપની છે . પરંતુ વિધાનસભાની સભ્ય સંખ્યા આધારે એક બેઠક કોંગ્રેસ ને મળે તેમ છે . ભાજપને તે સ્વીકાર્ય નથી . જો કે કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય પ્રવીણ રાષ્ટ્રપાલ ના અવસાન ના કારણે કોંગ્રેસની એક બેઠક ખાલી થઇ હતી , ત્યારે ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા પેટા ચુંટણી જીતીને રાજ્યસભામાં ગયા છે અને કેન્દ્રીય મંત્રી પણ થયા છે . અને તે અંગે કોંગ્રેસને કોઈ નારાજગી પણ નથી . પરંતુ ભાજપ કશુ જતું કરવા તૈયાર નથી . જેથી જે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલને પરાજીત કરવા કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપ દ્વારા જથ્થાબંધ ખરીદી કરવામાં આવી હતી , તે પ્રકારની સાજીશ રચાઈ રહી હોવાનો અણસાર કોંગ્રેસના નેતાઓને આવી રહ્યો છે . જેમને વેચાઈ જવું જ છે , તેમને કોંગ્રેસના કોઈ નેતા રોકી શકે તેમ નથી . કોંગ્રેસે તેમના તમામ સભ્યોને બેંગલોર રિસોર્ટ માં રાખ્યા હોવા છતાં સાણંદના ધારાસભ્ય કરોડોમાં વેચાયા હતા . જેથી કોઈને રોકવા એ કોંગ્રેસ માટે બહુ અઘરું કામ છે . આથી હાઈ કમાંડ એવું વિચારે છે કે જો કોઈ સન્માનિય નમ આવે તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને હરાવવા આવી કોઈ સાજીશ થવા ન પણ દે . જેથી પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ કે જેમની મુદતપૂરી થવામાં છે , અને તેઓ હિમાચલ પ્રદેશમાંથી ચૂંટાયા હતા , જ્યાં હવે તેમને ચૂંટાઈ આવવું શક્યા નથી આથી તેમને ગુજરાતમાંથી રાજ્યસભાની બેઠકના ઉમેદવાર બનાવવાની વિચારણા ચાલી રહી છે .
કોંગ્રેસના એક નેતાએ વાતચીત માં જણાવ્યું હતું કે ડો. મનમોહન સિંહજી રાજ્યસભામાં બેસે એવું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈચ્છે . જેથી ગુજરાતમાં એક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો પ્રવેશ થતો રોકે નહિ , અન્ય કોઈ ઉમેદવાર હશે તો મૂડી વાદી ભાજપ અમારા સભ્યોને ખરીદી લઈને વાતાવરણ ડોહળવા નો પ્રયાસ જરૂર કરે .
જોકે ભાજપના એક અગ્રણી સાથે આ અંગે વાતચીત થતા તેમણે કહ્યું કે રાજ્યસભામાં ઉમેદવાર કોઈ પણ આવે , કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવવાના છે , એ નક્કી જ છે . એટલે જે તે સમય સંખ્યાબળ નાં આધારે જ કોંગ્રેસે નિર્ણય કરવાનો રહેશે .
કંડલા વાવાઝોડા નું પુનરાવર્તન ન થાય એ સરકારે જોવાનું રહ્યું
રાજપા સરકાર બાદ ૧૯૯૮ માર્ચમાં વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી . જેમાં ભાજપને બહુમતિ મળતા શ્રી કેશુભાઈ પાટિલ ફરી મુખ્યામંત્રી બન્યા હતા . પરંતુ ત્રણ જ માસમાં એટલે કે તા. ૯ – ૬ – ૧૯૯૮ નાં દિવસે કંડલા પર ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું . સરકાર ઉંઘતી જડપાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી . સેંકડો માનવીના મૃત્યુ થયા હતા અને મોટા ભાગના મજુરો – ગરીબો હતા . બાળકો અને મહિલાઓ પણ તેમાં બહોળ બન્યા હતા . કચ્છ ભૂકંપ પહેલા કેશુભાઈ પટેલની એક મોટી નિષ્ફળતા કંડલા સાઈકલોન પણ હતું . હવામાન ખાતાની આગાહીને ઔપચારિક ગણીને કોઈ જરૂરી પગલા લેવાયા ન હતા . તે સમયના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ હૃદય દ્રાવક હતા . કોઈ ચોક્કસ આંકડો ભળે જાહેર થયો ન હતો , પરંતુ બે હજાર થી વધુ શ્રમિકોએ જાણ ગુમાવ્યા હોવાના સમાચારો જેતે સમયે પ્રસર્યા હતા . આજે ફરી સૌરાષ્ટના સાગર કાંઠે આવું જ એક ભયંકર વાવાઝોડું ત્રાટકવાની કલાકો ગણાય છે , ત્યારે ફરી રાજકોટના જ વતની એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ગુરુ કેશુભાઈની ભૂલમાંથી બોથ પાઠ લઈને જાગતા રહે એ જરૂરી છે. જોકે ઓરિસ્સા રાજ્યએ બે મોટા સાયક્લોન માં જે જાગૃતતા દાખવી અને મિડિયા એ તેની નોંધ લીધી તેમાંથી અન્ય રાજ્યોને પણ પ્રેરણા મળે છે . ગુજરાત સરકારે અત્યારે તમામ પ્રકારના પગલા માટે તૈયારી કરી લીધી છે . પરંતુ સફળતા નિષ્ફળતા તો વાવાઝોડું ત્રાટકે ત્યાર પછીની ઘટનાઓના આધારે નક્કી થઇ શકે આવા પ્રસંગોમાં પ્રચાર – પ્રસાર કે પ્રસિદ્ધિ મહત્વના બનવા ન જાઈએ , માત્ર પ્રજાનાં રક્ષણ ને માટે મીડિયાનો ઉપયોગ થવો જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



