શું દેશના સામાન્ય નાગરિકો પોલીસની વિકૃત માનસિકતાની મજાકને માટે બન્યા છે શું……?

0
7

બ્રિટિશ શાસન સમયમાં અંગ્રેજોની પોલીસ દ્વારા સામાન્ય લોકો પર બેરહમીથી અત્યાચાર થતો હતો. ભારત ગુલામ હતો એટલા માટે કોઈને બોલવાની કે વિરોધ કરવાની જરા પણ ગુજાઈશ ના હતી. પરંતુ હવે તો ભારત આઝાદ છે આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના જશ્નની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ પોલીસને માનસિકતામાં લાગે છે કે કોઈ બદલાવ નથી આવ્યો કે આઝાદી પછીનુ બધી સરકારોએ પોલીસની બર્બરતા વાળી માનસિકતામાં બદલાવ લાવવાનો કોઈ પ્રયત્ન કર્યો જ નહીં એવું લાગે છે કેમકે જો આવું હોત તો સામાન્ય લોકોની પોલીસ દ્વારા આવી પિટાઈ ના થતી જે રીતે ફિરંગીઓના રાજમાં થતી હતી. દેશની રાજધાની દિલ્હીમાં ટેમ્પો ચાલકે પોતાના બચાવમાં શીખ ધર્મનું પાલન કરતા કિરપાણ કે તલવાર કાઢી. પરંતુ તેનાથી કોઈ પોલીસની જાન નથી ગઈ પરંતુ તેની સાથે શું કર્યું…..? આ શિખના શરીર પર પોલીસની લાકડીઓના જે નિશાનના ઘાવ છે તેને જોઈને કોઈપણ લોકપ્રિય નેતા ને જરૂરથી ગુસ્સો આવેત પોલીસ પર, પરંતુ આવું કંઈ થયું નહીં. અમે તો જીતી ગયા, તાકાત છે કોઈને કે પાંચ વર્ષ પહેલા દૂર કરે…… આ માનસિકતા જેવી જ પોલીસની માનસિકતા છે કે લોકોની પિટાઉને માટે જ છે…..!
યુપીમાએનકાઉન્ટર પર આરોપ લાગ્યા છે. કેટલાયે મામલાઓ અદાલતમાં પહોંચ્યા છે. પોલીસે અડધી રાત્રે કારને નહી રોકવા માટે એપલ કંપનીના મેનેજરને નજીકથી ગોળી મારી હત્યા કરી નાખી. પરિવારને ૫૦ લાખ અને નોકરી આપીને મામલો શાંત થઈ ગયો પોલીસની પાસે ગોળીઓ ખતમ થઇ ગઇ તો મોઢાથી ધાય….ધાય…. બોલીને બદમાશોને ડરાવવાનો મામલો પણ સામે આવ્યો છે. અત્યારે એક બીજો વિડીયો વાયરલ થયો. યુપી પોલીસ દ્વારા જ આ વિડીયો મુકાઈ ગયો જેમા પોલીસ જાહેરમા જઈ રહેલ બાઈક સવારને બંદૂક તાકીને રોકી રહી છે. તેને ફિલ્મી અંદાજમાં હેન્ડ્સ અપ કહીને હાથ ઉપર કરવાનું કહેવામાં આવ્યું અને પછી તેના પર બંદૂકથી નિશાન તાકીને તેની તલાસી લેવામાં આવી…..! પોલીસે કહ્યું કે આ મોકડ્રિલ છે…..અસલમાં શું થશે એ તો અયોધ્યા વાળા રામજી જ જાણે…..! પોલીસનો બચાવ છે કે કેટલાક બદમાશ પોલીસ પર તાત્કાલિક હુમલો કરી કરીદે છે એટલા માટે બંદુક તાકવામા આવી હતી જેથી પોલીસ પર હુમલો ન થાય. પરંતુ સાહેબજી,…. જો તાકેલ બંદૂકથી ભૂલથી ગોળી છુટી ગઈ તો…..? કોઈ નિર્દોષનો જીવ ગયો, કોઈનો પરિવાર ઉજ્જડ થઈ ગયો અને ફરી ફરીથી ૨૫ લાખ ૫૦ લાખ આપીને મામલો શાંત. પરંતુ પોલીસને શું સજા મળી…..?
તાજેતરમાં ગુજરાતમાં પણ એક દારૂડીયાને પોલીસે દિલ્હીવાળા શીખની જેમ એટલો બધો માર્યો કે તેના લાલ ધા જોઈને સરકારમાં કોઈનું દિલ પીગળ્યું નહીં્ દિલ્હીમાં તો શીખોએ જોરદાર હંગામો કર્યો અને અનોખી એકતા બતાવી પરંતુ ગુજરાતમાં….? મારે શું…..? મારું શું…..? ગુજરાતમાં સરકારે પોલીસની સામે શું પગલા લીધા એ તો રામજી જાણે. યુપી હોય કે ગુજરાત કે પછી દિલ્હી.. શું પોલીસની માનસિકતા વિકૃત થતી જઈ રહી છે…..? ધાય….ધાય… અને હેન્ડસ અપ જેવું કરવાથી શું તેઓ મજા લઇ રહ્યા છે….? શું ભારતનો સામાન્ય માનવી પોલીસની મજાક નો ભારે શિકાર બનતો જઈ રહ્યો છે શું…..? સરકારે દેશના મનોરોગી ચિકિત્સકોની સેવાઓ લઈને આવા પોલીસવાળાઓની માનસિક પરીક્ષણ કે તપાસ કરાવવી જોઈએ જેથી કોઈ નિર્દોષ તેમની ગોળીનો શિકાર ન બને. મોટી રકમ દેવાથી મામલો તો શાંત થઈ જાય છે. પરંતુ આવું કેમ થયું અને તેને ફરીથી રોકવાને માટે શું કરવું જોઈએ તેનુ અધ્યયન વિદેશની જેમ ભારતમાં કેટલું થાય છે……? જો થાય છે કે થયું છે તો તેનો અહેવાલ જાહેર થવો જોઈએ. નહીતો થાય છે એવું કે આતો બંદૂક તાકીને કે હેન્ડસ અપ કહ્યુ……કાલે તો સામાન્ય નાગરિકને જમીન ઉપર સુવડાવી દેવામા આવશે. પોલીસની સુરક્ષાને માટે…. અને પોલીસ ગોળી પણ મારી દે તો પણ શું……? આ માનસિકતાની વિરુદ્ધ નાગરિક સંગઠનો સરકારમાં રજૂઆત કરે અને લોકશાહીમાં પોલીસને લોકોનો અને કાનૂનનો ડર હોય આવી પરિસ્થિતિ ક્યારે થશે……? અરે ભાઈ આ હેન્ડસ અપનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે……? બંગાળથી…..? શુ કહ્યુ….. જયશ્રીરામ બોલવા પર પોલીસે ગોળી ચલાવી……? બંગાળની પોલીસ આવું કરે તો ગુડ…ગુડ… વેરી ગુડ પરંતુ યુપીમા ગોળી ચાલે તો….. એતો જાણીતો બદમાશ હતો, પોલીસે સારું કર્યું…. મંદિર વહી બનાયેગે…. અરે ભાઈ તારીખ તો બતાવો. આપનો જ સાથી શિવસેના જાણવા ઈચ્છી રહ્યો છે. લોકો તો બિચારા બે વખત ની રોટીને માટે…. જુનુ હોય કે નવુ હોય ભારતમાં પરસેવો પાડી રહ્યા છે…. આપ દંબૂક તાકો….લાકડીઓ ચલાવો…. બોલે સો નિહાલ… સતશ્રી અકાલ…..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY