તાજેતરમાં દેશમા લોકસભાની ચુટણીઓ યોજાઈ ગઈ. જેની પાછળ રૂપિયા પાંચ હજાર કરોડનો ખર્ચે થયો.અને તે સાથે જે તે પક્ષો અને ઉમેદવારોએ જે ખર્ચ કર્યો તે તો અલગ.જો ચૂંટણી પ્રચાર માત્ર ટીવી- ટેલિવિઝન પર જ કરવામાં આવે તો મોટો ચૂંટણી ખર્ચ બચી જાય અને લોકો પર ટેક્ષનુ ભારણ પણ ઘટે.ભારતમા લોકસભા અને રાજ્ય સભાના મળીને કુલ ૭૭૬ સંસદ સભ્યો છે. જેમાં લોકસભામાં ૫૪૩ આપણા ચુટેલા સંસદસભ્યો છે. હવે આ તમામ લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યોને વેતન અને ભથ્થુ મળીને પ્રતિમાસ ૫ લાખ આપવામાં આવે છે. એટલે કે તમામ સંસદ સભ્યોનું પ્રતિ માસનુ વેતન-ભથ્થા મળીને ૩૮ કરોડ ૮૦ લાખ રૂપિયા આપવામા આવે છે. એટલે કે તેઓનુ વાર્ષિક વેતન ભથ્થુ ૪૬૫ કરોડ ૬૦ લાખ રૂપિયા આપવામાં આવે છે જેનો અર્થ દેશના લોકોએ ચૂટેલા ૪૫૮૨ ધારાસભ્યો અને ૭૭૬ સાંસદોની પાછળ પ્રતિવર્ષ રૂપિયા ૧૫ અરબ ૬૫ કરોડ ૬૦ લાખ ખર્ચ થાય છે. આતો માત્ર વેતન-ભથ્થાની જ વાત છે. પણ તેમને મળતા અન્ય મફત લાભોમા રહેવા માટે બંગલો, યાત્રા-પ્રવાસ, તેમને તથા તેમના પરિવારને મેડિકલ સારવાર,ટેલીફોન બીલ, પોષ્ટ ખર્ચ, વિજળી, વિદેશમાં ફરવા જવા-આવવાનું ખર્ચ પણ લગભગ એટલુંજ એટલે કે સાંસદો અને ધારાસભ્યો ની પાછળ અંદાજે ૩૦ કરોડ રૂપિયા ખર્ચ થાય છે.અને આ તમામ ખર્ચ દેશ ભરના લોકોએ ભરેલા ટેક્ષ-કર બોજમાથી થાય છે.
જ્યારે સાંસદોની સુરક્ષા માટે પ્રતિ વર્ષ રૂપિયા ૧૬૪ કરોડનો ખર્ચ થાય છે. જ્યારે ઝેડ શ્રેણીની સુરક્ષા મેળવતા નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનની સુરક્ષા માટે લગભગ ૧૬ હજાર જવાનો અલગથી હાજર છે જેના પર વાર્ષિક લગભગ ૭૭૩ કરોડ રૂપિયા થવા જાય છે. આ રીતે સત્તા પર બિરાજતા નેતાઓની સુરક્ષા પાછળ દર વર્ષે લગભગ વીસ અરબ રૂપિયા ખર્ચ થાય છે, અને આ બધાનો અર્થ છે કે પ્રતિવર્ષ નેતાઓ પાછળ ૫૦ અરબ રૂપિયા ખર્ચો થાય છે…..!! અને એ પણ મારા તમારા પૈસાના ખર્ચમાંથી…! આ ખર્ચાઓમા રાષ્ટ્રપતિ તથા તેમનો સ્ટાફ,પૂર્વ નેતાઓના પેન્શન,પક્ષના નેતાઓ વગેરેનો ખર્ચ ગણતા નથી પરંતુ તેઓનો ખર્ચ જોડીએ તો લગભગ ૧૦૦ અરબ રૂપિયા થઈ જાય….!!ત્યારે સવાલ એ ઉઠે છે કે શુ ભારત જેવા ખેતી પ્રધાન-ગરીબ લોકશાહી દેશમા આવો ખર્ચ કેટલો યોગ્ય છે…?!
સરકાર જે વ્યક્તિની રોજીદી આવક રૂપિયા ૩૦ થી ૩૨ હોય તેને ગરીબ ગણવામાં આવતા નથી. જ્યારે સાસદો માટેની સંસદ કેન્ટીનમાં બહુ જ સસ્તા દરે ચા નાસ્તો આપવામાં આવે છે. જેના ભાવ સાંભળીને દરેક આશ્ચર્યમાં પડી જાય કારણ કે સંસદ ભવન ખાતે ચાલતી કેન્ટિંનમાં ચા નો ભાવ માત્ર રૂ ૧/- છે, સુપના રૂપિયા ૫/૫૦, દાળ ૧/૫૦ , ખાવાની ડીશ ૨ રૂપિયા, રોટલી ૧/-, ચિકન ૨૪/૫૦, બિરયાની ૮/-, મચ્છી ૧૩/- તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ ઓછી કિમતથી આપવામાં આવે છે…! આ ખાણીપીણી નાસ્તા વગેરે ગરીબો માટે છે અને આ બધું મળે છે સંસદની કેન્ટિનમાં અને તે કહેવાતા ગરીબોના પગાર છે માસિક ૮૦૦૦૦ રૂપિયા કે જેમાં ઈક્નમ ટેક્સ કપાતો નથી. અને આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે જેમની રોજની આવક રૂપિયા ૩૦ થી ૩૨ હોય તેને ગરીબ નથી ગણતા.
કેન્દ્ર અને તમામ રાજ્યોએ આવી એટલે કે સંસદ સભ્યો માટેની કેન્ટીન જેવી કેન્ટીન દેશભરના નાના- મોટા શહેરો,ગામડાઓમા ઊભી કરી દેવી જોઈએ. જેથી સરકારનુ બર્ડન ધટે. ગરીબોને રેશનિગ ઘઉ,રાધણ ગેસ જેવી અન્ય સબસીડી વાળી ચીજ-વસ્તુઓ આપવી ના પડે. અને સરકારનું મોટાભાગનું આર્થિક ભારણ ઘટી જાય. તે સાથે રાજકારણ એ સેવાનું માધ્યમ છે એટલે ચૂંટાયેલા તમામ સભ્યોના પગાર ભથ્થા તેમજ મળતા અન્ય લાભો પણ બંધ કરી દેવા જોઈએ….! તો દેશમાં સબકા સાથ -સબકા વિકાસની સાચા અર્થમાં લોકશાહી કહેવાય. અરે એ તો ઠીક અંગ્રેજ સમયથી ચાલી આવતી કેટલીક પ્રથાઓ રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે બંધ કરી દેવી જોઈએ તો સરજી કે સાહેબજી નહી રહે અને ભાઇચારાનું મહત્વ વધી જશે….. બાકી તો….!!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


