તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ની પુલવામા આતંકવાદી ઘટના પહેલાં દેશનો રાજકીય સીનારીઓ જુદો હતો . તા. ૧૪ ફેબ્રુઆરી અને તે પછીની ઘટના પછી રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે . વિપક્ષોની એકતા , પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સક્રિયતા તથા રાહુલ ગાંધીની નવી દિશા પછી ભાજપ માટે મોટા પડકારો ઉભા થઇ રહ્યા હતા . વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ફરી સત્તામાં આવવું અઘરું થતું જતું હતું . પરંતુ પુલવામા ઘટના પછી દેશમાં રાષ્ટ્રવાદનો રંગ વધુ ઘેરો બન્યો . ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ૭૦ કિ.મિ અંદર જઈને કરેલી સર્જીકલ સ્ટ્રાઈક, ૩૦૦ જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો હોવાની જાહેરાત , પાકિસ્તાને કરેલ ભારતમાં હવાઈ ઘુસણખોરી અને આપણા જાબાંજ અભિનંદને પીછો કરીને અમેરિકાનું હ્લ–૧૬ વિમાન ફૂંકી માર્યું , અભિનંદનની પાકિસ્તાનમાં અટકાયત , ભારત સરકારે ૨૪ કલ્લાકમાં અભિનંદનની ઘર વાપસી કરાવી . આટલી ઘટના પછી દેશમાં મોદી સરકારનું પલડું વધુ ભારે થઇ ગયું છે . ઘેરા રાષ્ટ્રવાદનો મહત્તમ ફાયદો લેવા માટે ચુંટણીની જાહેરાત પહેલા જ વડાપ્રધાન દેશભરમાં સભાઓ ગજવી રહ્યા છે . વિપક્ષને ભય પેઠો છે . જીતની આશા ધૂંધળી થતી દેખાઈ રહી છે . જેથી હવે સર્જીકલ સ્ટ્રાઈક સહિતના મુદ્દે અકળામણ નાં કારણે વિવાદિત મુદ્દાઓ વિપક્ષ ઉછાળે છે . અને તેનો ફાયદો પણ ભાજપના નેતાઓ લઇ રહ્યા છે .
ગુજરાતના રાજકારણીઓ અને પત્રકારો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કાર્યશૈલી થી સારી રીતે વાકેફ છે . છ – આઠ મહિના પહેલાથી જ આવી ઘટના ઘટશે તે અંગેની અટકળો ગુજરાત માંથી થઇ હતી . બે તર્ક રજુ થતાં હતા એક તો દેશમાં હિન્દુત્વનું મોજું ઉભું કરવા કોમી છમકલા અને બીજું રાષ્ટ્રવાદ માટે સરહદે છમકલા . આ અટકળ સાચી પડી છે .
વિરોધ પક્ષ – ખાસકરીને કોંગ્રેસ , સપા અને બસપા નાં પેટમાં તેલ રેડાયું છે. હવે આવી સ્થિતિ્ માંથી મતદારોને રીઝવવા શું કરવું તેની મથામણમાં વિપક્ષના નેતાઓ છે . તા. ૧૨ માર્ચના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળવાની છે . આ બેઠકમાં થનારો રાજકીય ઠરાવ વધુ મહત્વનો બની રહેશે . ‘ચોકીદાર ચોર હેં’ નો નારો હવે તેની ધાર ગુમાવી બેઠો છે . કારણ કે દેશની પ્રજાએ પાકિસ્તાનને પરાસ્ત કરતા ચોકીદારને જાયા છે . ભ્રષ્ટાચાર કરતા વિશેષ મહત્વ દેશની સુરક્ષા છે . આ સ્થિતિમાં હવે વિપક્ષ પુનઃ બેઠકોના સમીકરણો ગણીને વધુ પક્ષોને સાથે લેશે કે કેમ તે જોવાનું રહ્યું . ઉત્તર પ્રદેશમાં સપા – બસપા એ કોંગ્રેસને ૧૦ બેઠકો આપવા મન બનાવ્યું છે . જયારે કોંગ્રેસે દિલ્હીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે . આવી સ્થિતિમાં ભાજપને પુનઃ સત્તામાં આવવામાં વધુ તકલીફ પડે એવું જણાતું નથી .
ભગાભાઈ તો સમજ્યા પણ ધાનાણી પણ ઉંઘતા જડપાઈ ગયા
કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ( ભગાભાઈ ) ને ૨૫ વર્ષ જુના ખનીજ ચોરીના કેસમાં ૨ વર્ષ અને ૯ માસની સજા નીચલી કોર્ટે ફટકારી છે . સુપ્રિમ કોર્ટના એક રૂલીંગના આધારે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ભગાભાઈને ધારાસભ્ય પદેથી ગેરલાયક જાહેર કરી તેમનું સભ્ય પદ રદ કર્યું છે . એટલું જ નહિ છ વર્ષ સુધી કોઈ પણ ચુંટણી લડી ન શકે તેવો ઓર્ડર કર્યો છે .
આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓ ઉંઘ માંથી જાગ્યા હોય તેમ બેબાકળા થયા છે . ભૂતકાળની ઘટનાઓ ફંફેળવા લાગ્યા છે . પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા , અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા વગેરેને કોર્ટ દ્વારા થયેલી સજા છતાં તેમની સામે પગલા લેવાયા ન હોવાનો આક્ષેપ કરી આજે બુધવારે સમગ્ર ગુજરાતમાં દેખાવો અને ધરણા યોજ્યા છે .
અત્રે ઉલ્લેખનીય છે કે જયારે બાબુભાઈ બોખરીયાને અદાલતે સજા ફટકારી હતી , તે જ દિવસે કોંગ્રેસના પોરબંદરના નેતા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ બાબુભાઇને ગેરલાયક જાહેર કરવા રજુઆત કરી હતી . અને બાબુભાઈએ અદાલતના ચુકાદાના દિવસે જ કોર્ટમાં આ ચુકાદા પર સ્ટે મેળવી લીધો હતો . જયારે ભગાભાઈને સજા થયા પછી કોંગ્રેસના કોઈ નેતાને અને ખાસ કરીને વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ આવી કાર્યવાહી માટે ચિંતા કરવાની જરૂર હતી . ભગાભાઈ એ અપીલ કરી છે , પરંતુ અટકાયત ન કરવા માટે . હવે તમામ બાબતો કાયદાના અર્થઘટન અંગેની છે . પરંતુ વાત એટલી કે કોંગ્રેસના એક સભ્ય ઓછા થયા છે. અને તેની અસર આગામી લોકસભા ચુંટણી માં જૂનાગઢ બેઠક પર પડશે .
અધ્યક્ષના નિર્ણય અને વિપક્ષના આક્ષેપ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભગવાનભાઈ ચોર છે . અને કોંગ્રેસે આવા ચોરને પક્ષમાંથી તાત્કાલિક હાંકી કાઢવા જાઈએ . જીતુભાઈની વાત સાવ સાચી છે . ચોરને પક્ષમાં રાખવા જ ન જાઈએ , અને જા જીતુભાઈના હાથ બાંધેલા ન હોય , તો તેમણે પણ ભાજપમાં જે આવો અર્ધો – પોણો ડઝન સભ્યો છે , કે જેમની ઉપર અદાલતી કાર્યવાહી થઇ છે અને ચોર હોવાનો આક્ષેપ થયો છે , તે તમામને પક્ષમાંથી કાઢી મુકવા જાઈએ . જાકે એક મિત્રએ મારી આ વાતને હાસ્યાસ્પદ ગણાવી અને કહ્યું કે જીતુભાઈ ને પોતાને મુંબઈથી સમન્સ આવ્યું હતું તેનું શું ! વાત ખરી છે . રાજકારણમાં ‘ ઢાંક તારા ને ઉઘાડ મારા ’ જેવો ઘાટ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


