‘પંગા’ માટે યોગ્ય લોકેશનની તલાશઃ ડાયરેક્ટર

0
6

મુંબઈ,તા.૬
ફિલ્મ સર્જક અશ્વિની આયર તિવારી કહે છે કે મને એક સારા સ્ટેડિયમની તાકીદે જરૂર છે જેથી હું મારી આગામી ફિલ્મ પંગાના રમતનાં દ્રશ્યો ઝડપી શકું. અગાઉ બરેલી કી બરફી અને નીલ બટે સન્નાટા જેવી ફિલ્મો આપી ચૂકેલી અશ્વિની હાલ મહિલા કબડ્ડી ખેલાડીઓ વિશે પંગા નામની ફિલ્મ બનાવી રહી છે.
આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકા કરી રહી છે. સાથે રિચા ચડ્ડા, જસ્સી ગીલ અને નીના ગુપ્તા પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહી છે.તાજેતરમાં અશ્વિનીએ ભોપાલમાં ફિલ્મના એક શિડયુલનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. અશ્વિનીની નિકટનાં સૂત્રે કહ્યું કે હાલ અશ્વિની દિલ્હીમાં પોતાની ફિલ્મની કથાને અનુરૂપ સ્ટેડિયમ મળે એવી તલાશ કરી રહી છે જેથી રમતનાં દ્રશ્યો ઝડપી શકાય.
આ ફિલ્મના પોતાના રોલ માટે કંગનાએ બે મહિના સખ્ખત તાલીમ લીધી હતી. એ કબડ્ડી ખેલાડીના રોલમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY