લોકસભા ચૂંટણીઓની સાથે ચરણોમાંથી હમણાં સુધીમા પહેલા ચરણનુ મતદાન પણ થયું નથી અને ટિકિટોની દોડા દોડીમાં કાર્યકર્તાઓ અહી તહી દોડી રહ્યા છે. કોઈ મંત્રીના પુત્ર-પુત્રીને ટિકિટ મળે તો ક્યાંક સ્વર્ગસ્થ નેતાની પત્નીને ટિકિટ નસીબ નથી થઈ. કેન્દ્ર સરકાર પોતાની ઉપલબ્ધિઓને લઈને ચૂંટણીના મેદાનમાં જઈ રહી છે. એની વચ્ચે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમીનથી ઉપર અંતરિક્ષમાં સ્પેશ સ્ટ્રાઇક કરી નાખી. સ્પેસ સ્ટ્રાઇકમાં જે સેટેલાઈટ તોડી નાખવામાં આવ્યો તે ભારતનો હતો. સરકારે બતાવ્યું કે તે સેટેલાઇટ કોઇ કામનો ના હતો. માની લીધું કે તે સેટેલાઈટ કોઇ કામ ન હતો પરંતુ તેને બનાવીને સ્પેસમાં મોકલવાને માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો હશે. અન્ય શબ્દોમાં કહીએ તો ઘર બાળીને દિવાળી મનાવવા જેવી વાત છે.
ભારતે એક એવી ટેકનીક પ્રણાલી વિકસિત કરી કે ભવિષ્યમાં કોઈ સેટેલાઈટ દ્વારા ભારત ઉપર હુમલો કરી દે તો ત્યાંથીજ મિસાઈલ છોડીને તેને સ્પેસમાંજ જવાબ આપી દેવાશે. વિશ્વમાં અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન ની પાસે આ ટેકનિક છે. હવે ભારત આ સ્પેસ ક્લબમાં દાખલ થઈ ગયું છે. પરંતુ ટેકનીકી પ્રણાલીને લાગુ કરવાનો જે સમય છે તે ચૂંટણીના સમયમાં થવાથી અગર કોઈ કહે કે આતો મતદાતાઓ ઉપર પ્રભાવ પાડવાને માટે કરવામાં આવ્યું, તો તેમાં કાઈ ખોટુ નથી. ભારત ની પાસે આ ટેકનીક ૨૦૧૨થી છે. ૨૦૧૪માં સરકાર બની ગયા પછી અત્યાર સુધી આ ટેકનિકનો ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો..? અને જ્યારે લોકસભા ચૂંટણીઓ જાહેર થઈ તેના પછી આ ટેકનિકનો ઉપયોગ કરીને પોતાની જ મિસાઈલથી તોડીને સરકારે કઈ સફળતા પ્રાપ્ત કરી….?
આ સ્પેસ સ્ટ્રાઈક પછી જા કોઈ પુરાવા માંગે તો સરકાર શું કહેશે. માનો કે સરકારથી પુરાવા ના માંગવા જોઈએ. પછી ચાહે તે સર્જીકલ સ્ટ્રાઈક હોય કે એર સ્ટ્રાઇક હોય સરકાર ઉપર વિશ્વાસ હોવો જાઈએ. પરંતુ કેટલીય વાર સરકારના વાયદા અને કામ એવા થાય છે કે વિરોધ પક્ષો અને સામાન્ય લોકોના મનમાં શંકાઓ પેદા થાય એ સામાન્ય વાત છે. સ્પેસ સ્ટ્રાઈક સરકારની સૌથી મોટી ઉપલબ્ઘિ છે. પરંતુ સરકારે પોતાનો જ સેટેલાઈટ પોતાની મિસાઈલથી તોડીને ખરેખર તો પોતાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સ્પેસ મા કેટલા બધા સેટેલાઇટ વગર કામના ફરી રહ્યા છે. શું તેમાંથી કોઈ એકને નિશાન બનાવીને તેને ઉડાવી ના શકાયો હોત. ભારતે જે સેટેલાઈટ ઉડાવ્યો તેને કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યો હશે. સરકારનું કહેવું છે કે એ કોઇ કામનો ના હતો. છતાં પણ આ સેટેલાઈટ ના બદલે અગર ચાઇનાનો આવો જ કામ વગર નો સેટેલાઈટ જો મિસાઈલથી તોડવાના આવ્યો હોત તો લોકોને શાતિ થાત કે ચાલો ચાઇનાને સબક તો શીખવાડ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



