મહિલાએ બે ગર્ભાશય દ્વારા ૨૬ દિવસમાં ત્રણ બાળકોને જન્મ આપ્યો..!!

0
9

ઢાકા,તા.૨૭
ભારતની પૂર્વી સરહદે આવેલા બાંગ્લાદેશની દક્ષિણ પશ્ચિમી શહેર જાશોરેમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. જાશોરે શહેરમાં એક મહિલાએ બે ગર્ભાશય દ્વારા ૨૬ દિવસમાં ૩ બાળકોને જન્મ આપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અહેવાલ મુજબ મેડિકલના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જેમાં કોઈ મહિલાએ ૨૬ દિવસમાં ૩ બાળકને જન્મ આપ્યો હોય તેવું બન્યું છે. જાશોરે શહેરની અરિફા સુલતાન નામની મહિલાને ૨૨મી માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે એક છોકરા અને એક છોકરીનો સિઝેરિયનથી જન્મ આપ્યો હતો. અગાઉ ૨૫મી ફેબ્રુઆરીએ આરિફાએ અધૂરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો.
હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા શેયલા પોદ્દારે કહ્યું કે અલ્ટ્રાસોનોગ્રાફીના માધ્યમથી મહિલાને બે ગર્ભાશય હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ બાળક પહેલા ગર્ભાશયમાંથી જન્મ્યું હતું જ્યારે બીજા ગર્ભાશયમાંથી ટિવન્સે જન્મ લીધો હતો. પોદ્દારના જણાવ્યા મુજબ આરિફાના ત્રણે બાળકો સ્વસ્થ છે.
પોદ્દારે કહ્યં, “મેં આ પ્રકારનો કેસ પહેલા નથી જાયો. કોઈ મહિલાએ ૨૬ દિવસમાં ૩ બાળકને જન્મ આપ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે” મહિલા આરિફા બાંગ્લાદેશના જાશોરેના શ્યામલગાચ્ચી ગામની રહેવાસી છે. તેણે પહેલું બાળક અને બીજા ટિવન્સને અલગ અલગ હાÂસ્પટલમાં જન્મ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY