રોડ ટ્રાન્સપોર્ટ. હાઇવે. કેમિકલ્સ. શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખોડલધામ કાગવડખાતે આજે દર્શનાર્થે પધાર્યા હતા. અને ખોડલ માતાના દર્શન કરી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ઓ રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને ,પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું .ખોડલધામ કાગવડ મંદિર માં ખોડલ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ એ જણાવ્યું હતું કે ખોડલધામ ખોડલધામ એ એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે, અને શાંતિના પ્રતિક સમાન આ ખોડલધામ માં માતા ખોડલ બિરાજમાન થયા છે ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલ વિવિધ વિભાગોની ઉતરોતર કાર્ય પ્રગતિ અંગે વિગતો આપી હતી, અને વિવિધ વિભાગોની મુલાકાત પણ લેવડાવી હતી. ત્યારબાદ ભાવનગરના રાજુભાઈ રાબડીયા દ્વારા આયોજિત ધ્વજા આરોહણ પ્રસંગમાં પણ મંત્રી મનસુખભાઈ માંડવીયા એ તથા તેમના ધર્મ પત્ની શ્રી એ હાજરી આપી હતી ,અને ભાવનગર મહાનગરપાલિકા ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ સાથે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
એજાજ બોઘાણી,જેતપુર :9825247739
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







