ભારતના ટુકડા કરવા વાળી મહેબુબાની સામે દેશદ્રોહની કલમ લાગુ કરો…..

0
6

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી કે જેની સાથે ગઠબંધન કરીને ભાજપાએ સરકાર ચલાવી હતી. તે મહેબૂબા મુફ્તીએ ભારત સરકારને સીધેસીધી ચેતવણી આપી છે કે જો કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ દૂર કરવાની કોશિશ કરવામાં આવશે તો કાશ્મીર ભારતથી અલગ થઈ જશે. કાશ્મીરથી ભારતનો નો સબંધ પૂરો થઈ જશે. અને તેના માટે ભાજપા જવાબદાર હશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક મુલાકાતમાં એવુ કહ્યું કે ૨૦૨૦ સુધીમાં રાજ્યસભામાં પણ તેમની સરકારની બહુમતી પ્રાપ્ત થતાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા વાળી બે કલમો ૩૭૦ અને ૩૫ એને દૂર કરીશું. આને લઈને પીડીપીના નેતા મૂફ્તીએ ચેતવણી આપી કે અગર જા આવુ થાય છે તો ૨૦૨૦ જમ્મુ-કાશ્મીર માટે અંતિમ ડેડ લાઇન હશે. જા આપ તેને દૂર કરશો તો ભારતની સાથે અમારા સંબંધો પણ પૂર્ણ થઈ જશે.
છેલ્લા પાંચ વર્ષમાં ભાજપા સરકારે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરીને હાર્દિક પટેલ, કન્હૈયાલાલ જેવા યુવાનોને જેલના સળિયા પાછળ નાખી દીધા હતા. તેમણે મહેબૂબાની જેમ ભારતથી અલગ થવાની કે ભારતના ટુકડા કરવાની કોઈ ચેતવણી આપી ના હતી. પરંતુ કહેવામાં આવે છે કે રાજકીય ઉદ્દેશ્યથી રાજદ્રોહ કે દેશદ્રોહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ખુલ્લેઆમ ઘંટ વગાડીને ભારત સરકારને ચેતવણી આપી છે કે જો કલમ૩૭૦ સમાપ્ત થઈ જાય છે તો કાશ્મીર પણ ભારતથી અલગ થઈ જશે. તેમણે કાશ્મીરને ભારતથી અલગ કરવાની એટલે કે ભારતના ટુકડા કરવાની ચેતવણી આપી છે. કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરના અલગતાવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તેમની બેનામી સંપત્તિઓ જપ્ત કરી છે, તેમને આપવામાં આવેલી સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે, અને તેમની વિરુદ્ધ અન્ય કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે મહેબૂબા મુફ્તીની વિરૂધ્ધમા પણ રાજદ્રોહનો ગુનો દાખલ કરીને તેમને પણ જેલના સળીયાની પાછળ ધકેલી દેવા જોઈએ.
કાયદો બધાને માટે એક સમાન છે જા યુવા નેતાઓને રાજદ્રોહના કાયદા અંતર્ગત જેલ માં નાખી શકાય છે તો મહેબુબા મુફ્તિને પણ ભારત સરકારની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. કાશ્મીરને ભારતથી અલગ કરવાની ચેતવણી આપી છે, કે ચેલેન્જ કરુ છે. એવામાં મોદી સરકાર તેમની માહિતી લઈને મહેબુબા ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તો ભારતના અન્ય રાજ્યોમાં રહેતા નાગરિકો કાશ્મીરમાં જમીન જાયદાદ શા માટે ખરીદી ના શકે….? અન્ય રાજ્યના લોકો કાશ્મીરમાં વસવાટ કેમ ના કરી શકે….? આ પ્રાવધાનને માટે કલમ ૩૭૦ ને દૂર કરવી જરૂરી છે. ૨૦૨૦ મા રાજ્યસભામાં ભાજપાને મેજારીટી મળે ત્યાં સુધી રાહ જોવાને બદલે મોદી સરકાર મુફ્તિને જેલમાં નાખે. જેથી યાસીન મલિકની અલગતાવાદી ભાષા બોલવાવાળી મહેબૂબાને પણ ખબર પડે કે અલગતાવાદ શું હોય છે. જો તેમની વિરુદ્ધ કોઈ પગલા લેવામા નહી આવે તો અન્ય અલગતાવાદીઓની વિરુદ્ધ પણ કોઈ પગલા લેવા ના જોઈએ. આખરે ક્યાં સુધી કાશ્મીરને માટે આવી ભાષાના પ્રયોગ થતા રહેશે?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY