દાહોદ બેઠક પર બાબુભાઈ કટારા અને ભરૂચથી શેરખાન પઠાણને મળી ટિકિટ

0
37

દાહોદ-ભરૂચ,તા.૪
લોકસભા ચૂંટણીને લઈ ગુરૂવારે ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ભાજપ દ્વારા ૨૬ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા પણ બાકી રહેલી બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા.
કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પર શેરખાન પઠાણના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા આ બેઠક પર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. મનસુખ વસાવાને ભાજપે રિપિટ કર્યા છે.
આ ઉપરાંત દાહોદ બેઠક પરથી કોંગ્રેસે બાબુ કટારાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર જશવંતસિંગ ભાભોરને રિપિટ કર્યા છે. બાબુ કટારાએ સભા સ્થળે પહોંચતા પહેલા માન્ડલેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી હતી.
કોંગ્રેસે બંને લોકસભાની બેઠકો સાથે ઉંજા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાટીદાર અગ્રણી કામુ પટેલની પસંદગી કરી છે. આ બેઠકના ધારાસભ્ય આશા બહેન પટેલ ભાજપમાં જોડાતા ઉંજા સીટ પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી આશા બહેન પટેલ ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર છે. અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા મંગળવારે રાત્રે જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY