ચૂંટણીઓ દરમિયાન રાજનેતાઓની ખરાબ ભાષા સતત ચાલુ છે. શિવસેનાના રાજ્ય સભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત એક સભામાં એવું ભાષણ આપ્યુ કે જે સીધેસીધો લોકશાહી ઉપર હુમલો છે. તેની સામે આંખ આડા કાન, ના તો જનતા કરી શકે છે, નાતો ચૂંટણી પંચે કરવી જાઈએ. અને ના તો સુપ્રીમ કોર્ટે તેને હળવાશથી લેવુ જાઈએ. તેમણે ખુલ્લા મંચ ઉપરથી કહ્યું કે ભાડમા જાય કાનૂન અને આચાર સહિતા પણ, અમે જાઈ લેશુ. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકશાહીના મૂલ્યો અને મર્યાદાનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જાઈને ચૂંટણી આયોગ માટે એ આવશ્યક થઈ ગયું છે કે તે પોતાની શક્તિનો પરિચય આપે. મુસલમાનોને વોટ સબંધી નિવેદન આપવા બાબતે તેમજ સીએમ યોગી એ કેમ જવાબ સેકસી વળી ઓર બજરંગ બલી ફિલ્મ આપવા બાબતે ઉપરાંત આઝમખાને જયાપ્રદા અંગે ખરેડી બેહૂદી પીપરી અંગે સભ્ય સમાજનું અપમાન થાય કેવી ટિપ્પણીને લઈને ચૂંટણી આયોગે માયાવતી યોગી અને મેનકા ઉપર ૪૮ કલાકથી લઈને ૭૨ કલાક સુધીનું જાહેર નિવેદન આપવા પર બાલ મુત્યુ કે જેથી અન્ય નેતાગણ પણ આ વાતને સમજે. જાકે આની અસર નેતાઓને થઈ નથી તેવું લાગી રહ્યું છે….! કારણ અખિલેશ યાદવ માયાવતી ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી સામે સવાલ ઊભો કર્યો અને કહ્યું કે વડાપ્રધાને બાલાકોટ હુમલા અંગે જે નિવેદન કર્યું તેનો ઉપયોગ કરી સવાલ ઉપાડ્યો અને આઝમખાનનો બચાવ કર્યો. ચૂંટણી સમયમાં નેતાઓ એકબીજાની વિરુદ્ધ અણછાજતી વાતો કહેવામાં સંકોચ નથી રાખતા. પરંતુ તેનો મતલબ એ નથી કે તેઓ ભાષાની મર્યાદા છોડી દઈને ગાલી ગલોચ ઉપર ઉતરી આવે. ફક્ત આજ નથી કરતા પરંતુ છલ અને જૂઠનો સહિરો પણ લે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ સોદા ને બહાને સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને વડાપ્રધાનની વિરુદ્ધ એવી વાતો કરી નાખી કે જે કોર્ટે કદી કહી ના હતી. ભલે સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને અવમાંનની નોટિસ જારી કરી હોય. પરંતુ રાજકીય પક્ષના નેતાઓ પોતે આવા નેતાઓ સામે શિસ્તભંગના પગલા નથી લેતા.પણ આવા નેતાઓનો બચાવ કરે છે. આચાર સંહિતા નું પાલન કરતા ના હોય કે તેનો ભંગ કરનારને રોકતા પણ નથી જે ખરેખર ઘણું જરૂરી છે.જો આ રીતે ચાલશે તો આવા નેતાઓની લાઈન થશે.
ગુજરાત તેની આન,બાન અને શાન માટે પ્રખ્યાત છે,તેની ભાષા વિવેક ભરી હોય છે . પરંતુ આ જ ગુજરાતમા ફતેહપરાથી ભા જ પાના ધારાસભ્ય મંચ પરથી કહે કે અંદર કેમેરા લગાવ્યા છે બીપી તમે કોને મત આપ્યો તે ખબર પડી જશે આધાર કાર્ડ અને બધા કાર્ડ માં તમારા ફોટા છે જે તમારા બુથમાંથી વોટ મળશે તેની ખબર પડી જશે પછી તમને કામ નહિ મળે. આ સિવાય સાંસદ પોતે મતદારને કહે અને તેનો વિડિયો વાયરલ થાય મત આપજા નહીં તો તમે મંડળી પ્રમુખ તરીકે રહી નહીં શકો. તો ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેરમાં કહે કે અંદર જઈને મત કમળને આપજા જા કમળ નહી નીકળશે તો શું થશે…? શું પરિણામ આવશે..? તે પછી ખબર પડશે…..! એ જ રીતે હિમાચલ ભા.જ.પા.ના વડા સતપાલ સિંહ સત્તી અને બસપા નેતા ગુડ્ડુ પંડિતના પણ અભદ્ર ભાષા નો વિડીયો ઈન્ટરનેટ ઉપર વાયરલ થયો. આમ છતા રાજકિય મંચો ઉપર અશ્લિલ અને અભદ્ર નિવેદનબાજી યથાવત છે. જે આમ પ્રજા માટે ખુબજ અશોભનીય છે રાજકીય પક્ષોએ અને નેતાઓએ આ બાબત સમજવી જરૂરી છે…!!!
૨૦૧૯ ની શરૂઆત જ મોટાભાગે રાજકારણ માં અત્યાર સુધીમાં સૌથી નીચલા સ્તર ની ભાષા નો ઉપયોગ થયો છે. લોકસભા ચૂંટણીઓના પહેલા ચરણમાં મતદાન પછી બીજા ચરણમાં અને તેના અગાઉ પહેલા આ નેતાઓની ખરાબ જુબાની, મા બહેનની ગાળો અને સડકછાપ ગુંડાઓની ટપોરી ભાષા સુધી પહોંચી ગઈ છે. હેરાનની વાત એ છે કે જેના વિરુદ્ધ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તે સંસદમાં તેમના સાથી છે યા પૂર્વમાં ક્્યારેક સાથે રહ્યા પણ છે. ચૂંટણીપંચન દ્વારા આચાર સંહિતાનુ સખ્ત પાલન અને સખ્ત પગલા છતાં પણ આવા નિવેદનો વધી રહ્યા છે. તેમાં પણ કેટલાક નેતાઓની ભાષા એટલી અમર્યાદિત છે કે તેને અહીં લખી ના શકાય અને ના તો તેનો પુરો વિડીયો દેખાડી શકાય તેવો યોગ્ય છે….!!
અત્યારે એટલુ કહેવુ યોગ્ય રહેશે કે રાજકારણમા નેતાઓને ચૂંટી કાઢવા નો અર્થ માત્ર ને માત્ર હિંદુ-મુÂસ્લમ, જાતપાત અને ધર્મ જ છે. કહી શકાય છે કે આપણે આપણા નેતાઓથી એજ મેળવી રહ્યા છીએ કે જે આપણે વિચારી રહ્યા છીએ. અગર આપણે ખરેખર આપણા નેતાઓને સુધરેલા જાવા માગીએ છીએ તો સૌથી પહેલા આપણે પોતાના વિચારો બદલવા પડશે. જા આવું થશે તો બહુ સારી વાત છે. નહીં તો આજે પણ અને કાલે પણ આપણા નેતાઓની પસંદગી એ વાત પર નિર્ભર રહેશે કે કોણ કેટલી માત્રામાં ઝેર ઓકી શકે છે અને તે ઓકેલા ઝેરથી મુખ્ય મુદ્દાઓને ઢાંકી શકાય છે….! એટલા માટે સારું થશે કે ચૂંટણી આયોગને વધારાના અધિકારોથી સજ્જ કરે. જેથી ચૂંટણીપ્રચારના નામ ઉપર ના તો દુષ્પ્રચાર થઈ શકે અને નાતો લોકશાહી
આભાર – નિહારીકા રવિયા મર્યાદાનુ હનન.એટલુજ નહી ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે પણ આવા મામલામાં સખ્તાઈની ઓળખ આપવી પડશે. ખોટી-ખરાબ જુબાન વાળા નેતાઓને હવે એક તાળાની જરૂરત છે….!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


