મોડાસામાં એક તરફી પ્રેમમાં યુવકે ધોળા દિવસે યુવતીનું અપહરણ કર્યું

0
40

અરવલ્લી,તા.૩૧
માલપુર ગામની યુવતી આજે સવારે કોલેજમાં જતી હતી ત્યારે સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ અપહરણ કર્યું છે. તેની સાથે રહેલી યુવતીની બહેનપણીએ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. કારમાં આવેલા બે યુવાનો અને આ બંન્ને યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ યુવાનો યુવતીનું અપહરણ કરીને મોડાસાથી બેરુંડા રોડ તરફ ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઇ ગયો હતો. જોકે, ગણતરીનાં જ કલાકોમાં યુવતીનો છૂટકારો થયો છે. અપહરણકારો યુવતીને માલપુર તાલુકામાં મુકીને ફરાર થઇ ગયા છે. હાલ સ્થાનિક પોલીસ ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે સવારે માલપુર ગામની યુવતી તેની બહેનપણી સાથે કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન સફેદ રંગની બોલેરો કાર તેમની પાસે અટકી હતી. આ કારમાં બે યુવાનો બેઠા હતાં. જેમને મોં પર બુકાની પણ બાંધી ન હતી. એક યુવક આ કારમાંથી બહાર આવીને ઉભો હતો. જે બાદ યુવતીઓ અને યુવાન વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. આ યુવાનો જાહેર રસ્તા પર યુવતીનું અપહરણ કરીને ગાડીમાં ફરાર થઇ ગયા હતાં. જોકે, આ અપહરકારો માલપુર તાલુકામાં યુવતીને મુકીને ફરાર થઇ ગયા હતાં. અપહરણકર્તા યુવાન યુવતીનાં એકતરફી પ્રેમમાં હતો. આ બંન્નેની સગાઇ ન થયા બાદ આ યુવાનને એકતરફી પ્રેમ થયો હતો.
સ્થાનિક પોલીસે આ સ્થળનાં સીસીટીવી ફૂટેજ મેળવી લીધા હતાં. જે બાદ તેઓ યુવતીની શોધખોળ કરે તે પહેલા જ યુવાનો યુવતીને મુકીને ફરાર થઇ ગયા હતાં. જે બાદ યુવતીનાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY