એશિયા કપ : વિરાટ કોહલીને આરામ,રોહિત શર્માને ટીમની કમાન

0
12

કેદાર જાધવની ટીમમાં વાપસી,રૈનાની બાદબાકી,ખલીલ અહમદ નવો ચહેરો
મુંબઈ,તા.૧
એશિયા કપ ક્રિકેટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વનડે ટૂર્નામેન્ટ ૧૫ સપ્ટેમ્બરથી રમાશે. ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની મેચ દુબઇ અને અબુ ધાબીમાં રમાશે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાંથી બહાર રહેશે, તેણે આરામ આપવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયામાં ૨૦ વર્ષના લેફ્ટ આર્મ પેસર ખલીલ અહમદને શામેલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના આ ફાસ્ટ બોલરમાં IPL ૨૦૧૮માં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેણે એક મેચ રમવાની તક આપવામાં આવશે.
આ સિવાય યો-યો ટેસ્ટમાં નિષ્ફળ થવાના કારણે ઇંગ્લેન્ડની સીરિઝમાંથી બહાર ચાલી રહેલા અંબતિ રાયડૂને એક વખત ફરી સિલેક્ટર્સે તક આપી છે, આ સાથે જ કેદાર જાધવે ટીમમાં પરત ફર્યો છે.
ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાની પહેલી મેચ ૧૮ સપ્ટેમ્બરે રમશે, જ્યારે એક દિવસ પછી જ ટીમ ઈન્ડિયા ૧૯ સપ્ટેમ્બરના પાકિસ્તાન વિરુદ્ઘ મેચ રમશે. ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૮ સપ્ટેમ્બરના દુબઇમાં રમાશે.
ટીમ ઈન્ડિયાએ ૨૦૧૬માં યજમાન ટીમ બાંગ્લાદેશને હારવીને એશિયા કપ ક્રિકેટ (T-૨૦) જીત્યો હતો. ટીમ ઇÂન્ડયા અત્યાર સુધી ૬ વખત એશિયા કપ જીતી ચૂકી છે.
એશિયા કપ માટે ૧૬ સભ્યોની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ, અંબિત રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમ.એસ.ધોની (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહમદ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY