ઢાકા,તા.૨૫
બાંગ્લાદેશ એરલાઇન્સના એક વિમાનને હાઇજેક કરવાની કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન ઢાકાથી દુબઇ જઇ રહ્યું હતું. આ દરમિયાન એક બંધૂકધારીએ તેને હાઇજેક કરવાની કોશિશ કરી હતી. વિમાનમાં બંધૂકધારી હોવાની સુચના મળતાં જ ચટગાંવમાં ઇમરજન્સી લેલ્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનને હાઇજેક કરવાના અસફળ પ્રયાસ કરનાર આરોપીને બાંગ્લાદેશના કમાન્ડોએ રવિવારે મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૈન્યએ આજે આપેલી જાણકારી અનુસાર, વિમાનમાં ૧૪૮ પેસેન્જર્સ હતા અને સેના, નૌકાદળ અને પોલીસે વિમાનને ઉતરતા જ ઘેરી લીધું હતું. તમામ યાત્રીઓ, પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
અપહરણકર્તાએ પાઇલટને કહ્યું હતું કે, તેને પત્ની સાથે કોઇ બાબતે વિવાદ છે અને તે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે વાત કરવા ઇચ્છે છે. જા કે, ચટગાંવના શાહ અમાનત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ કમાન્ડોએ પ્લેનને ઘેરી લીધા બાદ આરોપી પર ફાયરિંગ કરી દેતાં તેનું મોત થયું હતું.
બાંગ્લાદેશ આર્મીના મેજર જનરલ એસ એમ રહેમાને કહ્યું કે, અમે તેની ધરપકડ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આરોપીએ સરેન્ડર કરવાની મનાઇ કરી દેતા અમે તેના પર ફાઇરિંગ કર્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



