ઓબિદુશ(પોર્ટુગલ),
તા.૨૪/૦૩/૨૦૧૮
પોર્ટુગલના ઓબિદુશ શહેરમાં ઈન્ટરનેશનલ ચોકલેટ ફેસ્ટવલમાં વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ જોવા મળતાં લોકો અચંબામાં પડી ગયા હતાં. આ ચોકલેટ સંપૂર્ણપણે ૨૩ કેરેટના સોના સાથે ગોલ્ડ પ્લેટેડ છે. ચોકલેટનું નામ ગ્લોરિયસ છે અને તેનો ભાવ ૭,૭૨૮ યુરો (રૂ. ૬.૨૦ લાખ) છે.
ચોકલેટના ફક્ત એક હજાર નંગ બનાવવામાં આવ્યા છે. તે કેસર ઉપરાંત વ્હાઈટ ટૂફલ, મડાગસ્કરથી મંગાવેલા વેનીલા અને ગોલ્ડ ફલેક્સ એટલે કે સોનાના વરખથી ભરપૂર છે. ડેનિયલ ગોમ્સ એક વર્ષથી આ ચોકલેટના ઉત્પાદનમાં વ્યસ્ત હતાં.
ફક્ત ચોકલેટ જ નહીં, પરંતુ તેના માટેનું પેકેજિંગ પણ ચર્ચાનો મુદ્દો છે. ચોકલેટનું પેકેટ કાળા રંગનું છે અને તેની પર સોનેરી અક્ષરે સીરિયલ નંબર લખાયા છે. પેકેટ પર આ ઉપરાંત સ્વરોસ્કી ક્રિસ્ટલ તથા પર્લ્સ મુકાયા છે. પેકેટ પર સોનાનો રિબન હેન્ડલ પણ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"