
ચેન્નાઈ,તા.૧
ટિમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીયોમાંથી એક રહેલા તમિલનાડુના સુબ્રમણ્યમ બદ્રીનાથે ક્રિકેટના પણ ફોર્મેટોમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦ હજારથી વધારે રન બનાવ્યા છે. આ ઉપરાંત તેઓ ટિમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦મેચ પણ રમી ચૂક્યા છે.
હકીકતમાં, ૩૮ વર્ષીય બદ્રીનાથે ચેન્નઈ સ્થિત તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘હુ હવે મારા પરિવાર સાથે વધારે સમય વિતાવવા માંગુ છું. હમણા મારી તે મારી પ્રાથમિકતા છે અને આ નિર્ણય લેવા માટે તેની ભૂમિકા અહેમ રહી છે.’
બદ્રીનાથે ઓગસ્ટ ૨૦૦૮માં શ્રીલંકા સામે વન-ડે અને ફેબ્રુઆરી ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા સામે પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જો કે, તેઓ ટિમ ઈન્ડિયા વિરુદ્ધ બે જ ટેસ્ટ રમી શક્યા, જેમાં તેઓએ માત્ર ૬૩ રન બનાવ્યા. આ ઉપરાંત બદ્રીનાથે ટિમ ઈન્ડિયા માટે ૭ વન-ડેમાં ૭૯ રન અને ફક્ત એક T-૨૦માં ૪૩ રન બનાવ્યા.
૩૭ વર્ષના બદ્રિનાથ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમી ચૂક્યા છે. તેઓએ વર્ષ ૨૦૦૮માં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમ્યા હતા, જ્યારે તેઓ છેલ્લી આઈપીએલ વર્ષ ૨૦૧૩માં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમ્યા હતા. બદ્રીનાથે આઈપીએલમાં કુલ ૯૫ મેચોની ૬૭ ઈનિંગ્સમાં તેઓએ ૧૪૪૧ રન બનાવ્યા છે. આઈપીએલમાં તેમના નામે અડધી સદી નોંધાયેલી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



