એશિયાઈ ગેમ્સ : ૧૦મી એર પિસ્તોલમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો

0
43

નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો
જકાર્તા,તા.૨૧
ભારતને ૧૮મી એશિયાઈ ગેમ્સમાં મંગળવારે પુરૂષોની ૧૦ મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધામાં સ્વર્ણ પદક પ્રાપ્ત થયો છે. ભારતના ૧૬ વર્ષીય નિશાનેબાજ સૌરભે આવતાંની સાથે જ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સૌરભે એશિયાઈ રમતાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતાં કુલ ૨૪૦.૭ (એશિયન ગેમ્સ રેકોર્ડ) પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે. આ ભારતના ખાતે ત્રીજા દિવસે પહેલો અને કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
આ ઉપરાંત આ સ્પર્ધામાં એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. અભિષેકે ફાઈનલમાં ટોપ-૩માં જગ્યા બનાવી અને અંતમાં કુલ ૨૧૯.૩ પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતના ફાળે ૭ મેડલ આવ્યાં છે. સૌરભની પહેલાં કુશ્તીમાં બજરંગ પૂનિયા અને વિનેશ ફોગોટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ મેળવનાર દેશની યાદીમાં ભારત અત્યારે ૭માં સ્થાને છે. આજે ૨૮ ગોલ્ડ દાવ પર છે. ભારતને આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં દીપા કર્માકર અને આર્ચરીમાં દીપિકા કુમારી પાસેથી આશા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે દેશની આશા પુરી કરીને બીજા દિવસે ઐતિહાસિક ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. પુરૂષ નિશાનેબાજ દિપક કુમાર અને લક્ષ્યે પણ ભારતને બે સિલ્વર મેડલ અપાવ્યા છે. બીજા દિવસ ભારત માટે સરભર રહ્યો. ભારતને ખુશી સાથે નિરાશા પણ થઈ, જેમાં સાક્ષી મલિક અને પુરૂષ કબડ્ડી ટીમની હાર સામે આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY