અખનૂરમાં ભારતીય સેનાએ બે પાક. સૈનિકોને ઢાળી દીધા : બંકર તબાહ

0
101

જમ્મુ,
તા.૧૩/૪/૨૦૧૮

સામ-સામે ગોળીબારમાં સેનાના બે જવાન ઘાયલ

જમ્મુ જિલ્લાના અખનૂરના કેરી સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર મારીને પોતાના બે જવાનોની શહીદીનો બદલો લીધો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનની બે ચોકીઓ ફૂંકી મારી હતી. ફાયરિંગમાં એક ભારતીય જવાન ઘાયલ થયો છે, જ્યારે રાજારીના પેટા જિલ્લા નૌસેરાના લામ સેક્ટરમાં પાક. ગોળીબારમાં સેનાનો એક બીજા જવાન ઘાયલ થયો હતો.

જાગમાબટ્ટલ વિસ્તારમાં ભારતીય ચોકી નથ્થુ પોસ્ટ પર ગોળીબાર કરીને બે જવાનોને શહીદ કરનાર પાકિસ્તાને ગુરુવારે ફરીથી ફાયરિંગ અને મોર્ટારમારો શરૂ કરી દીધો હતો. સવારે ૪.૩૦ કલાક સુધી ચાલેલા ફાયરિંગનો ભારતે આક્રમક જવાબ આપ્યો હતો.

ત્યારબાદ ફરી પાકિસ્તાન તરફથી સરહદે આવેલ જાગમાબટ્ટલની લલયાલી પોસ્ટ પર ફરી ફાયરિંગ શરૂ થયું હતું. આ ગોળીબારમાં ભારતીય સેનાનો જવાન લાન્સ નાયક શાહિલસિંહ જખમી થયો હતો. તેને આર્મીના હેલિકોપ્ટર દ્વારા લશ્કરી હોસ્પટલ પહોંચાડવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર તે ભારતીય સેનાની ૬૧ આરઆર બટાલિયનનો જવાન છે. દરમિયાન પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબેસલાક જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ બે પાકિસ્તાની ચોકીઓને ફૂંકી મારી હતી. બે પાકિસ્તાની સૈનિકોને પણ ઢાળી દીધા હતા. ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની વિસ્તારમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને લઈ જતા જાવામાં આવ્યા છે.

અખનૂરમાં અંકુશરેખા જાડે આંતરરાષ્ટીય વિસ્તારમાં સીમા સુરક્ષા દળો કોઈ પણ સ્થતિનો મુકાબલો કરવા સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં અત્યાર સુધીમાં રાજ્યમાં થયેલી આતંકી અથડામણો અને સરહદ પર પાક. ફાયરિંગનો સામનો કરી રહેલા આઠ જવાન શહીદ થઈ ચૂક્્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY