વોઇસ ઓફ રાજપીપળા સ્પર્ધા માટે રેડીયો જોકી આર.જે રમેશ એ રાજપીપળામા બેઠક કરી
નર્મદા જીલ્લાના યુવક યુવતિઓ ને ગાયક બનવા રેડીયો મધુબન 90.4 FM પ્લેટફોર્મ આપશે
રાજપીપળા : ટીવી મા ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ઇંડિયન આઇડલ, વોઇસ ઓફ ઇંડીયા જેવા અનેક ટીવી શો આવે છે જે દેશના ડાન્સ અને ગીત સંગીત ના ઉભરતા કલાકારો ને એક સ્ટેજ પુરુ પાડે છે, ત્યારે ગુજરાત ના કોઇ યુવક યુવતી ને આ ગુજરાત સ્ટેજ મળ્યું નથી પોતાનામા ખુબી હોવા છતા નર્મદા જીલ્લાનો કોઇ કલાકાર રાજ્ય કક્ષા સુધી પણ પહોચ્યો નથી ત્યારે નર્મદા જીલ્લાના યુવક યુવતિઓ ને ગાયક બનાવવા રેડીીયો મધુબન 9૦.4 FM એક પ્લેટફોર્મ આપવા જઈ રહ્યુ છે.

રાજપીપળામા 1 થી 5 સપ્ટેમ્બર ના રજીસ્ટ્રેશન વોટસેપ દ્વારા કરવાનુ છે અને આગામી 15 દિવસ મા ઓડીશન યોજાશે 15 થી 3૦ વર્ષના યુવક યુવતિઓ ના 8 ગ્રુપ પાડવામા આવશે અને જેના સિલેક્શન બાદ રેડીઓ વોઇસ ઓફ નર્મદા જાહેર કરશે જેના માટે ક્વાટર સેમી ફાઇનલ તમામ સ્ટેજ પાર કરવા પડશે અને મુબઇ થી નિર્ણાયકો આવશે.
વોઇસ ઓફ રાજપીપળા સ્પર્ધા માટે રેડીયો જોકી આર.જે રમેશ દ્વારા રાજપીપળામા એમ.આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મા બેઠક કરી હતી જેમા રેડીયો જોકી આર.જે સાથે સામાજીક કાર્યકર સજ્જન સિંઘ, કોલેજ ના અચાર્ય ડો.શૈલેંદ્રસિહ માંગરોલા, નિર્ભયા સ્કોર્ડ ના પી.એસ.આઇ. કે.કે પાઠક સહિત કોલેજનો વિવિધ સ્ટાફ હાજર રહ્યા હતા.
આ બાબતે રેડીયો જોકી આર.જેએ જણાવ્યુ હતુ કે 1 થી 5 સપ્ટેમ્બર 18 ના રજીસ્ટેશન શરૂ કરીએ છે જેના માટે સજ્જન સિઘ નો મોં.ન.9638516890, અને કે.કે.પાઠક નો મો.નં. 9724434058 આ બે નબરો પર વોટ્સેપ કરી નામો નોધવાના રહેશે, નર્મદા જીલ્લાના યુવાનોમા રેહેલી શક્તિ ને બહાર લવવા નો પ્રયાસ છે, પછી લિટલ ચેમ્પ કરીશુ હાલ અમારે નર્મદા જિલ્લા નો અવાજ શોધવો છે અને જેને ઇંન્ટરનેશનલ સ્ટેજ આપવુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





