ધારીખેડા સુગરને નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ.સુગર દ્વારા બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ એવોર્ડ

0
378

નર્મદા ધારીખેડા સુગરે ભારત ની 450 સુગર ફેકટરીઓ માં સારી કામગીરી બદલ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

10 નેશનલ અને 4 સ્ટેટ મળી કુલ 14 એવોર્ડ મેવાનાર રાજ્યની પ્રથમ સુગર ફેક્ટરી તરીકે ઉભરી આવી.

રાજપીપળા:
સમગ્ર ભારતની 450 થી વધુ સુગર ફેકટરીઓને અંકુશમાં રાખતી નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ.સુગર ફેક્ટરીની 60 મી જનરલ બોર્ડ મિટિંગ દિલ્હી ખાતે મળી હતી.જેમાં નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ને સારી કામગીરી બદલ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજેન્ટ ો દ્વિતીય કક્ષાનો અવૉર્ડ ફેડરેશન ડિકલર કરી ગત 10 સપ્ટેમ્બર ના રોજ ફેડરેશન પ્રમુખ શરદ પવાર અને કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી સી.આર.ચૌધરીના હસ્તે આપવામાં આવ્યો જેમાં સુગરના એમ.ડી નરેન્દ્ર પટેલ અને ચીફ એકાઉન્ટન અનિલ જોષી બંને દિલ્હી જઈ આ એવોર્ડ લઈને આવ્યા ત્યારે તેમનું નર્મદા સુગર ફેકટરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ બાબતે ધારીખેડા સુગર ના ચેરમેન ઘનસ્યામ પટેલે જણાવ્યું હતું કે આ ઉત્તમ કક્ષાનો એવોર્ડ મળ્યો તે મારા કર્મચારીઓની ઝીણવટભરી કામગીરીને આભારી છે. આ માટે સંસ્થા એ વાર્ષિક બેલેન્સીંટ, ફાયનાન્સીયલ રિપોર્ટ ના ઓડિટ થયેલા અંતિમ આંકડા ચકાસી દિલ્હી મોકલ્યા બાદ ઉચ્ચ કક્ષાએ કાર્યરત 5 સભ્યોની કમિટી સમગ્ર ભારતની સુગરમાં થી આવેલા આંકડાઓનું વર્ગીકરણ કરી નિર્ણય લેતી હોય છે.તો દેશ માં આપણી સુગરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું એ ખરેખર સરાહનીય કહેવાય

અત્રે એ ઉલ્લેખનીય છે કે ધારીખેડા સુગરે અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે ગુજરાત ફેડરેશન તરફ થી 4 અને નેશનલ ફેડરેશન તરફ થી 10 મળી 14 એવોર્ડ જે મેળવ્યા છે તે બદલ ધારીખેડા સુગરના ઇન્ચાર્જે એમ.ડી નરેન્દ્ર પટેલે કર્મચારીઓની કુશળ કામગીરી ને બિરદાવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY