ન્યુ દિલ્હી,તા.૯
કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે સંસદમાં ભારતના નાગરિકોની માથાદીઠ આવકને લઈને એક નિવેદન આપ્યું છે. વિજય ગોયલે જણાવ્યું કે ભારતના લોકોની માથાદીઠ આવક છેલ્લાં ૪ વર્ષમાં ૭૯,૮૮૨ પર પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે યુપીએના ૪ વર્ષના કાર્યકાળની સરખામણીમાં મોદી સરકારે પોતાના ૪ વર્ષના કાર્યકાળમાં માથાદીઠ આવકમાં વધારો કર્યો છે.
વિજય ગોયલે આ અંગેના આંકડા આપતા જણાવ્યું કે ૨૦૧૧-૧૨ થી ૨૦૧૪-૧૫ સુધી પ્રતિ વ્યÂક્ત માથાદીઠ આવક રુપિયા ૬૭,૫૯૪ હતી. દેશમાં લોકોની માથાદીઠ આવક ૨૦૧૧-૧૨થી ૨૦૧૪-૧૫ દરમિયાન રૂ. ૬૭,૫૯૪ થી જે ૨૦૧૪-૧૫ થી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રૂ. ૭૯,૮૮૨ પર પહોંચી છે.
વિજય ગોયલે લોકસભામાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. વિજય ગોયલે જણાવ્યું કે ૨૦૧૩-૧૪માં ૪.૬ ટકાનો વધારો થયો છે. આંકડાઓ પર નજર કરવામાં આવે તો માથાદીઠ આવક ૬૮,૫૭૨ સુધી પહોંચી ગઈ હતી. ૨૦૧૪-૧૫માં ૬.૨ ટકાનો વધારા સાથે આંકડા ૭૨,૮૦૫ના લેવલ પર પહોંચી ગઈ છે. ૨૦૧૫-૧૬માં આ આંકડો ૬.૯ ટકાથી વધીને ૭૭,૮૨૬ અને ૨૦૧૬-૧૭માં ૮૨,૨૨૯ના લેવલ પર પહોંચી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



