ફિલ્મ પંગા આવતા મહિને ફ્લોર પર જશે

0
476

મુંબઈ,તા.૨૯
ફિલ્મ સર્જક અશ્વિની તિવારી આયરની આગામી ફિલ્મ પંગા આવતા મહિને ફ્લોર પર જવાની શક્્યતા હોવાની જાણકારી મળી હતી. અગાઉ એવા અહેવાલ પ્રગટ થયા હતા કે કંગના રનૌત હાલ ડાયરેક્ટર ક્રીશની ગેરહાજરીમાં મણીકર્ણિકાના કામમાં બીઝી હોવાથી કદાચ પંગા લંબાઇ જશે.
પરંતુ અશ્વિનીના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા નક્કી થયેલા શિડયુલ પ્રમાણે ફ્લોર પર જઇ રહ્યાં છીએ અને કંગના સહિત બધા કલાકારોને આ અંગે જણાવી દેવામાં આવ્યું છે.
પંગા કબડ્ડી એટલે કે હુતુતુતુની રમતની કથા ધરાવે છે અને એમાં કંગના કબડ્ડી પ્લેયરની ભૂમિકા કરવાની છે. ઓક્ટોબરની ૧૫મીએ ભોપાલ (મધ્ય પ્રદેશ)માં આ ફિલ્મ ફ્લોર પર જઇ રહી છે.
અશ્વિનીના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે વિવિધ લોકેશનોની રેકી કર્યા બાદ અશ્વિનીએ ભોપાલ પસંદ કર્યું હતું. પહેલું શિડયુલ ત્યાં પૂરું કર્યા બાદ અમે કોલકાતા અને દિલ્હીમાં પણ શૂટિંગ કરીશું. ડિસેંબરની આખર સુધીમાં ફિલ્મ પૂરી કરવાની અમારી યોજના છે. કંગના હાલ મુંબઇમાં મણીકર્ણિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસમાં મુંબઇનું શિડયુલ પૂરું થવાની શક્યતા હોવાની માહિતી પણ મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY