અયોધ્યા,તા.૧૦
ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષના એક બાળકે ધર્મ અને જીવન જેવા વિષયો પર અત્યાર સુધીમાં કુલ ૧૩૫ પુસ્તકો લખ્યા છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન ચરિત્ર ઉપર પણ એક પુસ્તક લખ્યું છે. મૃગેંદ્ર રાજનું કહેવું છે કે તેણે છ વર્ષની ઉંમરથી જ પુસ્તક લખવાની શરૂઆત કરી દીધી હતી. કવિતાઓનો સંગ્રહ જ તેનું પહેલું પુસ્તક હતું.
મૃગેંદ્રે અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તે લેખક તરીકે ‘આજનો અભિમન્યુ’ નામનો ઉપયોગ કરે છે. તેણે રામાયણના ૫૧ પાત્રોનું વિશ્લેષણ કરતા પુસ્તકો લખ્યા છે. દરેક પુસ્તકોમાં લગભગ ૨૫-૧૦૦ જેટલા પેજ છે. તેણે જણાવ્યું કે તેને લંડન સ્થિત વર્લ્ડ યુનિવર્સિટી ઓફ રેકોર્ડ્સમાંથી ડોક્ટરેટ માટે ઓફર પણ મળી છે.
સુલ્તાનપુર સ્થિત એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી તેની માતાએ કહ્યું કે તેમના દીકરાને બાળપણથી જ ભણવામાં ખૂબ રસ હતો. તેથી મેં પણ તેને ભણવા પ્રત્યે ખૂબ પ્રોત્સાહિત કર્યો. મૃગેંદ્રના પિતા રાજ્યના ખાંડ ઉદ્યોગ તેમજ શેરડી વિકાસ વિભાગમાં કામ કરે છે.
મૃગેંદ્રએ કહ્યું કે તે મોટો થઈને ફક્ત એક લેખક જ બનવા માંગે છે. લેખક બનીને તે વિવિધ વિષયો પર વધુમાં વધુ પુસ્તકો લખવાની ઈચ્છા ધરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


